________________ અષ્ટમ પલ્લવ. 419 ત્યાર પછી કઈ રીતે વાકચતુરાઈથી તમારે સંગમ અતિ દુર્લભ છે, તે ભાસ તે દાસીને થાય તેમ કરજ–તેવી રીતે બેલજો. વળી તેને કહેજે કે–અમે તો આ જન્મમાં આજ સુધી કેઈની પણ સાથે ચાર આંખ મેળવી નથી, ભર્તાર વિના કોઈની સાથે વાણીવિલાસ પણ કર્યો નથી, વળી એવા કયા અમારા પૂર્વ કર્મના સંબંધથી આટલે આ રાજાની સાથે કષ્ટિસંબંધ થયો તે પણ જાણતી નથી, તેથી બહેન ! અમારે મેળાપ તે અતિ દુષ્કર છે, તે કેવી રીતે બની શકે ? અમારે તો આ અંતઃપુરમાં જ રહેવાનું છે, અમારા અંતઃપુરમાં પ્રવેશ તે રાજાના અંતઃ પુરથી પણ વિષમ છે! " આ પ્રમાણેની વચનરચનાવડે મેળાપની દુષ્કરતા અને રાજા ઉપર પૂર્ણ રાગ દેખાડીને તે વધારે આતુર થાય તેમ કરજે. છેવટે તમારે દૂતીને કહેવું કે–“જે અમારા ઉપર રાજાજીને સંપૂર્ણ રાગજ હેય તે અમે કહીએ તે ઉપાયદ્વારા જે અમે કહીએ તેટલું સંકટ તે સ્વીકારે તે કઈ રીતે મેળાપ થાય ખરે, નહિતર તે નહિજ થઈ શકે. તારે પણ અવસર જોઇને કવચિત જ આવવું, વારંવાર આવવું નહિ.” આ પ્રમાણે અભયકુમારે તે બંનેને શીખવ્યું અને બંનેએ તે સર્વ બરાબર ગ્રહણ કરી લીધું. વળી બીજે દિવસે પણ કરીથી રાજા તે ગવાક્ષની પાસે થઈને નીકળે. તે બંનેએ કટાક્ષાદિ કામદેવના ધનુષ્યના પાંચે બાણે વિવિધ રીતે વાપરીને બહુ સારી રીતે તેને વિં–જર્જરીભૂત કરી નાખ્યો. રાજા વિષમ એવી કામાવસ્થામાં પડ્યો અને વિચારવા લા કે–“આ બંને દેવાંગનાઓથી પણ વિશેષ રૂપ તથા ચતુરાઈધારણ કરનારીએ જો કઈ રીતે મારા હાથમાં તે ઉત્તમ થાય. આ