________________ 418 ધન્યકુમાર ચરિત્ર. ડેક કરીને તેના સંગની ચિંતાવડે વિલખે થયેલે રાજા અનિમેષ દષ્ટિથી તેને જોવા લાગ્યું. તે બંનેએ પણ તેની તેવી સ્થિતિ જોઈને વિશેષ વિશેષ વિશ્વલિત કામદેવનાં બાવડે તેને માર માર્યો; વળી આળસથી અંગ મરડીને, બગાસાં ખાઈને, પરસ્પર આલિંગનાદિક કરીને, પ્રથમ કઈ વખત નહિ જોયેલા તેવા સ્ત્રીચરિત્રના વિશ્વમવડે રાજા ઉપર પૂર્ણરાગ–ભાવ તેઓએ દેખાડ્યો. તે જોઈને “આ બંને મારા ઉપર આટલા બધા પૂર્ણ રાગવાળી જણાય છે તે તેઓ કયા ઉપાયવડે મળશે?” એવા આશાના સંકટમાં રાજા પડ્યો. અને જ્યાં સુધી તેઓ દષ્ટિપથમાં આવી ત્યાં સુધી તેઓ તરફ જોયા કર્યું, ત્યારપછી પિતાના પ્રાણને તેની પાસે મૂકીને એકલા દેહમાત્રથી જ તે આગળ ચાલ્યું. પછી તે બંને વેશ્યાઓએ બધી હકીકત અભયકુમારને નિવેદન કરી. તેણે તેના ઉપર પ્રસન્ન થઈને ભવિષ્યના કાર્ય માટે તેમને શિખામણ આપી કે–“કાલે પાછે તે પરસ્ત્રીલંપટ નૃપતિ આજ રસ્તે નીકળશે, તે વખતે પણ વધારે વધારે કટાક્ષ, વિક્ષેપ, હસ્તસંચલન, અંગોપાંગ દર્શનવડે તેને આકર્ષીને એવું કરો કે જેથી તે વિશેષ વિહ્વળ થાય અને વિષયાનુરક્ત થઈને એમ જાણે કે આ બંને મારો જ વિચાર કરે છે, મારી ઉપર પૂર્ણ રાગવાળી છે. અને જ્યારે હું તેને કહીશ ત્યારે તે જ વખતે મને અંગીકાર કરશે એવી તેને પ્રતીતિ થાય તેમ હતો. પછી બીજે ત્રીજે દિવસે જ્યારે તે સંપૂર્ણ વિહ્વળ થશે ત્યારે કાંઈક મિષ કરીને તે દૂતીને તમારી પાસે મોકલશે. તે વખતે દૂતીક જે કહે તે સાંભળીને પ્રથમ તે મિષ્ટ વચનવડે તેને તૃપ્ત કરી ખાન-પાનાદિવડે તેને બરોબર આકર્ષી તેના ઘરની શુદ્ધિ સારી રીતે જાણી લેજો.