________________ અષ્ટમ પશિવ. 417 બંને યુવતીઓને તેણે દેખી. તેઓએ પણ હાવભાવપૂર્વક રાજા તરફ જોયું, તે વખતે પરસ્ત્રીલંપટ રાજા ચમત્કાર પામ્યો અને બારીક નજરે તેની સામે જોવા લાગ્યું. પછી તે મનમાં વિચારવા લાગે કે-“વરૂપવડે રંભાને પણ જીતે એવી, કંદર્પના સૈન્યમાં ભંભા સમાન (ભંભા જેમ લડાઈ માટે લડવૈયાઓને ઉશ્કેરે છે તેવી રીતે કામગ માટે જેનારને ઉશ્કેરનાર ) આ બંને ભાગ્યવતી કોની સ્ત્રીઓ હશે?” આ પ્રમાણે વિચાર કરતે રાજા વારંવાર તેની સામે જોવા લાગ્યો. તે બંને પણ રાજાને રાગદષ્ટિવાળા દેખીને–સમજીને વિશેષ આદરપૂર્વક અનિમેષ નેત્રથી તેની સામે જેવા લાગી, અર્ધ વાંચેલા ચક્ષુઓથી તેને આકર્ષવા લાગી, મુખ મટન કરવા લાગી, જરા હાસ્યપૂર્વક, જરા નીચી વળીને, જરા વધારે ઉંચી થઈને તેની સામું જોવા લાગી, શરીરના અવયે દેખાય ને ઢંકાય તેવી રીતે જોવા લાગી, નીચી વળી વળીને વારંવાર અંગે પાંગ પ્રગટ દેખાય તેવી રીતે પરસ્પર બંને હાથે ગળા પાસે લગાડીને તથા બીજા પણ અપરિમિત હાઈ– ભાવ, વિભ્રમ, કટાક્ષ, વિક્ષેપાદિ સ્ત્રીચરિત્ર વિકુવીને રાજાને કામદેવના સંકટમાં તેઓએ નાખે. રાજા પણ કામબાણથી પૂરેપૂરે વીંધાઈ ગયે. રાજાએ વિચાર્યું કે-“શું આ બંને નાગકુમારની પત્નીઓ હશે? કશું કિન્નરીઓ હશે? શું વિદ્યાધરીઓ હશે? આ બંને કોણ હશે? આ મેટું ધવળગૃહ કોનું છે? અહીં કેણ રહે છે? આ બંને સ્ત્રીને સંગ મને કેવી રીતે થઈ શકશે? જે આ બંને મળે તેજ મારે જન્મ સફળ છે, નહિ તે સફળ નથી.” આ પ્રમાણે વિચાર કરતાં માવતને ભૂસંજ્ઞાથી સૂચવ્યું કે-“હાથીને ધીમે ધીમે ચલાવ.” તેણે પણ તેમજ કર્યું. આગળ ચાલતાં વાંકી 53