________________ 424 ધન્યકુમાર ચરિત્ર. - કરતી તેઓની સમીપ જઈને તેમની પાસે તે ભરેલ થાળ મૂકી શિષ્ટાચારપૂર્વક પ્રણામ કરીને તે કહેવા લાગી કે–“અહે ભાગ્યશાળી શેઠાણીએ! રાજાએ દેવાર્ચન મહોત્સવમાંથી આ શેષ બહુ પ્રીતિથી સ્વયમેવ તમને મેકલાવી છે અને તમારા કુશળક્ષેમ પૂછાવ્યા છે. તમારા ઘરના સ્વામી ઉપર તેઓ બહુ પ્રસન્ન અંતઃકરણવાળા છે, તેમના ઉપર મહારાજને બહુ રાગ છે. જેને ગૃહપતિ આ ઉદાર છે, તેની ગૃહિણીઓ પણ તેવી જ હશે, તેથી બહુમાન પૂર્વક તેમને કુશળ વાર્તા પૂછજે. એમ રાજાએ સ્વમુખે મારી સાથે કહેવરાવ્યું છે. આ પ્રમાણે સાંભળીને પ્રથમથી જ શીખીને તૈયાર થયેલી તે બંને જરા હસીને બેલી કે તમે કહ્યું તે સાચું છે. રાજાની કૃપાથી જ પ્રજાજન સુખી થાય છે, પરંતુ આ સૃષ્ટિમાં વ્યવહારમાં પુરૂષ પ્રધાન હોય છે. પુરૂષને આશ્રીને જ પ્રશંસાના અથવા સુખસમાચારના વા બેલાય છે અને તે યોગ્ય દેખાય છે. પણ તમે તો કહ્યું કે રાજાએ તમારા સુખ સમાચાર પૂછાવ્યા છે. તમારૂં આ કથન તે “અવસરચિત પ્રિય બોલવું' એવું નીતિનિપુણોએ કહેલું છે તે કથનાનુસાર તમારી જ વાતુરીનું દેખાય છે. કારણ કે અમે કણ ને રાજા કે? કોઈ વખતે અને અન્ય ઓળખાણ પણ થઈ નથી, તેથી પહેલાં તે પરસ્પરને મેળાપ થાય, પછી પ્રિય બલવું, સદેશાદિ કહેવરાવવા તે સંભવે, તે સિવાય સંદેશા કહેવાયગ્ય હેય નહિ, અમારે તો રાજાનું દર્શન પણ થયું નથી, તેથી અમારા ખુશી ખબર કેવી રીતે તેમણે પૂછાવ્યા?”. આ પ્રમાણેનું તેઓનું કથન સાંભળીને દૂતીએ જરા હાસ્ય કરીને, આમ તેમ જોઈ કેઈ પણ માણસને નહિ દેખવાથી