________________ ધન્યકુમાર ચરિત્ર. સફળ થયે, આજ તે મેં અવિનશ્વર ભાતું બાંધ્યું. આજથી મારી દ્રવ્ય તથા ભાવ દરિદ્રતા નાશ પામી તેમજ મને લેકેત્તર લાભ પ્રાપ્ત થશે. આવા વિચાર તથા ભાવમાં લીન થઈ ગયેલ શ્રેષ્ટિ સુધા તૃષા સર્વ ભૂલી ગયે. આપેલ દાનના વિચારમાં જ લીન થઈ ગયેલ તે ક્ષણે ક્ષણે રોમાંચિત થતે અનુક્રમે પિતાના સાસરાને ગામ પહોંચ્યું. હવે ગામના દરવાજામાં દાખલ થતાં તેને મંદ શુકન થયા. તે જોઈને શેડ મનમાં વિચારવા લાગ્યા કે “શ્રીથી પ્રેરાઈને હું અહિં આવ્યો તે ખરી પરંતુ મારૂં ધારેલું કામ પાર પડે તેમ લાગતું નથી. પરંતુ હવે વચ્ચે નકામી ચિંતા કરવાથી શું સરવાનું હતું ?" આ પ્રમાણે વિચાર કરતાં મધ્ય ચેકમાં આવ્યું એટલે હાટપર ઉભેલાં તેના સાસરા તથા સાળાઓએ તેને જે. તેને જોઈને તેઓ અરસપરસ ઘુસપુસ કરવા મંડ્યા કે “જુઓ છે કે, આ દરિદ્રતાની મૂર્તિ, ખાલી ઘડા જેવા જમાઈરાજ પધાર્યા છે, પરંતુ આપણે તેને મેટું જ ન દેખાડવું. જો દેખાડયું તે જરૂર ગળે પડીને દ્રવ્ય માગશે. ભાઈસાહેબ નિર્ધન થઈ ગયા છે એટલે પછી નિધનને લાજ શરમ શેની હોય ? કહ્યું છે કે “ધન જતાં તેજ, લજજા, બુદ્ધિ, માન સર્વ જાય છે. આ તુચ્છ મતિવાળા શ્રેષ્ટિએ અગ્ય વ્યાપાર કરીને તથા ફક્ત કાનને સાંભળવાથી જ આનંદ આપતી કીતિને માટે દાનપુન્ય કરીને પિતાનું ધન સર્વ વાપરી નાખ્યું છે, ઘરના નિર્વાહની ચિન્તા બિલકુલ કરી જ નથી. હવે પિતાની પાસે કાંઈ ન રહેતાં આપણી પાછળ લાગે છે. શું અહિં તે કુબેર ભંડારીના ભંડાર ભર્યા છે? કે શું તે આપણને આપી રાખેલ ધન ભલી