________________ ધન્યકુમાર ચરિત્ર. ગયા છે કે આપણને સમજાવવા અહીં આવ્યા છે ? આપણે જે કાંઈપણ અત્યારે આપશું તે ખાવા પીવામાં વાપરી નાંખી વળી પાછા આવશે. “જમાઈ તથા જમનું પેટ કેઈથી પૂરાયું જ નથી, સર્વસ્વ આપી દ્યો તે પણ તેઓને તૃપ્તિ થવાની નહિં, માટે એમને મેટું જ ન દેખાડવું તેથી જેવા આવ્યા છે તેવા પાછા ચાલ્યા જશે.” આ પ્રમાણે અરસપરસ નિર્ણય કરી અવળું મેટું કરીને તેઓ ઉભા રહ્યા. ગુણસાર પણ ચતુર હોવાથી બધું સમજી ગયે; તેણે મનમાં વિચાર્યું કે “સ્ત્રીના વચનને આદર આપી અહિં આવે તે મેં ઠીક ન કર્યું. નિર્ધનમાં તથા શબમાં કાંઈ પણ તફાવત નથી એવું નીતિવાક્ય જાણવા છતાં મેં અહિં આવવાનું સાહસ કર્યું તેમાં મેં મારી મૂર્ખતા જ બતાવી આપી છે. સાસરાને ઘરે માનભ્રષ્ટ થવું તે મનુષ્યને સર્વથી વધારે દુઃખકર્તા છે પરંતુ હવે શું કરવું ? ભાવી બનવાનું હતું તે બન્યું. પૂર્વકર્મને ઉદય આજ હશે.” આમ વિચારીને નીચું મેટું રાખી તે સાસરાના ઘરમાં ગયે. હવે સાસુએ પણ જમાઇને એવી અવસ્થામાં જોઇને બહુ આદરસત્કાર કર્યો નહિ. સામાન્ય વહેવારૂ રીતિએ ફક્ત પૂછયું કે ", અમારી પુત્રી તે કુશળ છે શેઠ દ્વારમંડપમાં ઉભા ઉભા વિચાર કરવા લાગ્યા કે “અગાઉ પૈસાદાર સ્થિતિમાં હું અહીં આવતા હતા ત્યારે આ મારા સગા સંબંધીઓ ભેગાં થઈને એક બે ગાઉ સામે આવી મળી ભેટીને મોટા ઠાઠમાઠ સાથે મને ઘરે લઈ જતા હતા અને મારી સેવા કરવા દર પળે તૈયાર રહેતા હતા. આજે પણ હું તે તેને તેજ છું. પરંતુ