________________ ધન્યકુમાર ચરિત્ર. સાથવાને સ્વીકાર કરે તે તે હારા જે ભાગ્યશાળી બીજો કોઈ નહીં. આ પ્રમાણે વિચારતા ઘણુંજ આનંદભેર મુનિની સન્મુખ આવી નમસ્કાર કરીને શેઠ બોલ્યા કે હે દયાના સમુદ્ર! આપના પુનીત પગલાં આ બાજુ પ્રેરે અને મારા ઉપર કૃપા કરીને મારી જેવા રંકને ઉદ્ધાર કરે. હે મુનિરાજ! આ આહાર દોષરહિત છે તેને આપ સ્વીકાર કરે. પુલકિત અંગે તથા ગણદિત કંઠે વિનંતિ કરીને મુનિરાજને તે પિતાને રથળે લઈ આવે. મુનિએ પણ ત્રિવિધ દેષથી રહિત આહાર જઈને પિતાનું પાત્ર ધર્યું. તે સમયે આ અશક્ય વાત બનવાથી ચંદ્ર ઉદય થતાં સમુદ્રમાં જેમ ઉલ્લાસ આવે છે તેમ શેઠના ભાવમાં પણ ઉલ્લાસ વૃદ્ધિ પાપે. તે વિચાર કરવા લાગે કે “શું આ તે વખ છે કે સાચી વાત છે? પાપના ઉદયને પ્રસંગે ભવસમુદ્રમાં ડુબતાં મને આવા મુનિરાજરૂપ સફરી વહાણને ભેટે કયાંથી થયે?” આવી રીતે વિચાર કરી પિતાની પાસેને બધે આહાર મુનિરાજને વહેરાવી નમસ્કાર કરીને તે બોલ્યા કે “મહારાજ ! દયાના સમુદ્ર ! આપે મારી જેવા રંક ઉપર મેટી કૃપા કરી અને મને ભવસમુદ્રથી તાર્યો, જગતને શરણ કરવા ગ્ય આપના દર્શનથી ભારે જન્મ સફળ થશે. આ પ્રમાણે રસ્તુતિ કરી સાત આઠ પગલાં સુધી તેમને વળાવી પાછો પિતાની જગ્યાએ આવી વસ્ત્રાદિ લઈને રસ્તે પડ્યો. રસ્તામાં પિતાના ધ્યાનમાં મગ્ન થઈ ગયેલ તે વિચારવા લાગે કે “અહો! આજે મારે શુભ દિવસ છે ધન્ય છે તે ઘડીને કે જ્યારે આવા મુનિના મને દર્શન થયા અને મને અપૂર્વ લાભ મને ખરેખર ! કામધેનુ પિતાની મેળે મારે આંગણે આવી, અચાનક ચિંતામણિ રત્ન મને પ્રાપ્ત થયું, મારે મનુષ્ય જન્મ