________________ અષ્ટમ પવિ. 411 કરવા લાગ્યા. પિતાની ચતુરાઈની વાર્તાઓથી તે નગરના લેકોને ખુશી કરવા લાગ્યા. ઘરે ઘરે લેકે તેના ગુણેનું વર્ણન કરતાં કહેવા લાગ્યા કે–પૂર્વે કઈ વખત નહિ જોયેલો તે સજજનમાં શિરેમણિ આ શ્રેણી આવેલ છે. તે દેશને ધન્ય છે કે જયાં આવા સજજને નિવાસ કરીને રહે છે. ગૃહનાં મધ્યારે દ્વારપાળે હમેશાં ઉભા રહેતા, તે કેઈને અંદર પેસવા દેતાં નહિ. કોઈ પૂછે ત્યારે જવાબ આપતાં કે–અમારા દેશમાં અને કુળમાં આ રીવાજ જ છે.” ' પ્રદ્યોત રાજાને મળતા વરૂપવાળા પુરૂષને શીખવવામાં આવ્યું કે–‘તું હવે નાસીને બજારમાં જા, રસ્તે ગમે તેવું બેલ્યા કરેજે, ગાંડાની જેવી ક્રિયા કરતે આમ તેમ ભટક, પછી હું તને પકડવા માટે આવીશ, તે વખતે જોરથી તારે દૂર નાસી જવું, દોડાદોડી કરવી, બે ત્રણ ચાર દહાડા સુધી આ પ્રમાણે દડાદેડી કરીને અમારા કબજામાં આવવું, કબજામાં આવ્યા પછી ફરીવાર નાસવા માંડવું. લેક પાસે તારે બેલવું કે- હું તો પ્રદ્યોતરાજા છું, મને પકડવા માટે આ અભય આવે છે, તેને તમે રેકે.” આ પ્રમાણે કહીને ધૂળ વિગેરે ઉડાડવા. પછી હું બળાત્કારથી તને પકડીને ખાટલા સાથે બાંધીને ઘરે લાવીશ. તે વખતે સર્વ લેકે અને સુભટે સાંભળે તેમ તારે બેલવું કે–અરે લેકે ! અરે સુભટે ! મને પ્રદ્યોતરાજાને બાંધીને તથા પકડીને આ અભય લઈ જાય છે, તેથી તમે મને કેમ છોડાવતા નથી?' આ પ્રમાણે ખાટલામાં રહ્યા રહ્યા તારે બેલ્યા કરવું. આ પ્રમાણેની ક્રિયા હમેશાં કરવી. હું હમેશાં ખાટલામાં બાંધીને તેને ઘરે લાવીશ. * પછી ઘરમાં આવીને આનંદથી રહેવું, યછિત ભેજનાદિક કરવા.” આ પ્રમાણે શીખવીને તેને તૈયાર કર્યો.