________________ 410 ધન્યકુમાર ચરિત્ર. અતિ ઉત્તમ નીતિવડે રાજય કરે છે. તે નગરમાં કોઈ અશુભ કર્મોદયથી ગાદિક આવે તેમાં ઉપાય નહીં, પણ તે સિવાય બીજા કેઈ પણ ઉપદ્રવનું નામ પણ સંભળાતું નથી. જે તમારે આશ્ચર્યનાં સ્થાને જોવાની ઈચ્છા હોય તે ઉજજયિનીમાં તમારે જરૂર જવું. તે નગર જોવાથી બીજા સર્વ નગરે માણિક્ય જોયા પછી કાચ જેવા લાગશે.' આ પ્રમાણેની ઉક્તિ સાંભળીને બીજા દેશમાં જવાની ઈચ્છા હતી તે પણ આ તરફ આવ્યા. અમે જેવું કાને સાંભળ્યું હતું તેવુંજ અને દેખ્યું છે, વળી આજે અતિઉગ્ર પુણ્યવંત, ન્યાયમાં જ એક દષ્ટિવાળા આપનું પણ દર્શન થયું છે. આજે આપના દર્શનથી અમારી આંખે પાવન થઈ છે. પુણ્યવંતના દર્શન મહાન ગુણને ઉપજાવનારજ થાય છે.' આ પ્રમાણે કહીને અભયકુમાર બેલતાં બંધ રહ્યા, એટલે પિતાની પ્રશંસાથી ફૂલાયેલા ચંડપ્રદ્યોતે કહ્યું કે-“અરે શ્રેષ્ટિન! તમારી જેવાના આગમનથી અમને પણ બહુ આનંદ થયે છે. તમે સુખેથી અહીં રહે, ઇચ્છા હોય તેટલે વ્યાપાર કરે, તમારે જે કાંઈ કામકાજ હેય તે સુખેથી અહીં આવીને અમને નિવેદન કરજે.” આ પ્રમાણે કહીને ઉત્તમ વસ્ત્રો તથા પાનબીડાં આપીને જકાત લેનારા અધિકારીને હુકમ કર્યો કે- આ શ્રેણીની અધ જકાત લેજો, વધારે લેશે નહિ.” આ પ્રમાણે કહીને શ્રેષ્ઠીને જવાની રજા આપી. અભયકુમારે રાજમાર્ગ ઉપરજ અનેક ગોખ અને બારીઓવાળું, “હે અતિ ગુપ્ત અને નહિ અતિ ખુલ્લું તેવું એક મેટું રાજયમંદિર જેવું મકાન ભાડે લઈને તે સ્થળે નિવાસ કર્યો. અભયચંદ્ર શ્રેણી' એવું પોતાનું નામ પ્રસિદ્ધ કર્યું. તે બહુ મોટું સ્થાન હતું, તેથી ત્યાં રહીને જ તે વ્યાપાર પણ