________________ 12 ધન્યકુમાર ચરિત્ર. આ પ્રમાણે સમજાવ્યા પછી સવાર થતાં તે પ્રમાણે કરવાને માટે તે ઘરેથી ભાગીને બજારમાં ભટકવા લાગે અને પૂર્વે શીખવ્યા પ્રમાણે બેલવા લાગે. લેકે તેની ગાંડા જેવી ક્રિયા, દેખીને હસવા લાગ્યા. સેંકડો અને હજારે માણસ તથા બાળકો તેની પછવાડે ભમવા લાગ્યા. જયારે કોઈ તેને પૂછતું કે-“તું કોણ છે?” ત્યારે તે પ્રત્યુત્તર આપત–“હું પ્રધોતરાજા છું, સમસ્ત દેશ, ગ્રામ, નગરને સ્વામી છું, આ સર્વ મારા સેવકે છે.” આ પ્રમાણે જેમ તેમ જવાબ આપત. તે સાંભળી લેકે એ નક્કી કર્યું કે- આ તે ગાંડે છે. વાયડે છે, આના હૃદયકમળમાં પ્રાણવાયુની વિકૃતિ થઈ ગઈ લાગે છે, તેથી આ ગાંડા જેવો થઈ ગયે છે અને ગમે તેવું બેલે છે. આ પ્રમાણે ચાર-પાંચ ઘડી સુધી તે નગરમાં રખડ્યો, તેવામાં શ્રેષ્ઠી સેવકેની સાથે પગે ચાલતા અને દેડતા બજારમાં આવ્યા. પિતાપિતાની દુકાને બેઠેલા લેકે તેવું દેખીને વિરિત મનવાળા થઈને શંકાથી ઉભા થઈને શ્રેષ્ઠી સમીપ જઈ નમીને વિનંતિ કરવા લાગ્યા કે–“સ્વામિન ! આપની જેવા મહા ઉત્તમ શ્રેષ્ઠીને આવા તડકાના સમયમાં પગે ચાલીને આવવાનું શું પ્રજન પડ્યું ? જે એવું કાંઈ ઉતાવળું કામ હોય તે આ સેવકને હુકમ કરે, તેઓને કહેવા લાયક ન હોય તે અમને હુકમ કરે. આ નગરમાં રહેવાવાળા સર્વે લેકે તમારા ગુણેથી ખરીદાયેલા તમારા દાસજ છીએ. તમારા હુકમ માત્રથી જ તમારૂં કહેલું કાર્ય કરવા માટે મન, વચન, કાયાથી અમે તૈયાર છીએ, તેમાં જરા પણ શંકા કરવા જેવું નથી. એ કોઈ પણ માણસ નથી, કે જે આપનું કહેલ કાર્ય કરવા પ્રમાદ કરે. આપની જેવા જગદુત્તમ પુરૂષને ગ્રીષ્મ