________________ 402 ધન્યકુમાર ચરિત્ર. આ જગતમાં તું જ અદ્વિતીય દેખાય છે. આ પ્રમાણે બધી વાત કહેતાં અને આનંદ કરતાં કેટલાક દિવસે વ્યતીત થઈ ગયા. એકદા અભયકુમારે પિતાને પૂછ્યું કે-“પૂજ્ય પિતાજી! મારી ગેરહાજરીમાં રાજ્યને નિર્વાહ સુખેથી થત હતા? કઈજાતની ચિંતા કે દુઃખ ઉત્પન્ન થયા નહતા?” રાજાએ કહ્યું કે વત્સતું ગયા પછી આખા રાજ્યને નાશ થઇ જાય તે પ્રબળ ઉત્પાત થયે હતું પરંતુ અસમાન બુદ્ધિના નિધાન એવા એક સજજન પુરૂષ ધન્યકુમારે મહાબુદ્ધિબળવડે તે ઉત્પાતને જી છે, અને રાજ્યને દેદીપ્યમાન કર્યું છે." અભયકુમારે કહ્યું કે-“ તે ધન્યકુમાર કોણ છે કે જેની આપ આટલી બધી પ્રશંસા કરે છે?” રાજાએ કહ્યું કે તું જે દિવસે અને આ જો તે દિવસે જે મારી પડખે બેઠેલા હતા, તથા ભેંટણું કરવાના સમયે જેનું ભેટશું નહિ લેવાની મેં ભૂસંજ્ઞાથી સૂચના કરી હતી તે જ તે ધન્યકુમાર છે. તેના ગુણસમૂહથીરંજિત થઈને મેં મારી પુત્રી તેને આપેલી છે, તે જમાઈ હોવાને લીધે દેવાને થિગ્ય છે, તેનું લેવા લાયક નથી.” તે સાંભળી અભયકુમાર બે કે–તેનામાં ક્યા ક્યા ગુણે છે?” રાજાએ કહ્યું કે“વત્સ! સત્પુરૂષમાં માનનીય ધન્યકુમાર ઔત્પાતિકી બુદ્ધિ વડે તારી તુલ્ય કક્ષા ઉપર મૂકી શકાય તેવા છે. સૌજન્ય ગુણેવડે જગતમાં અદ્વિતીય છે, કારણ કે આ મહાપુરૂષે જેવી રીતે કીરવડે ચંદ્રમા બધા પર્વત ઉપર પ્રકાશ કરે છે, તેવી જ રીતે આખા વિશ્વમાં અનેક રાજાઓ ઉપર બુદ્ધિના ગુણવડે ઉપકાર કર્યો છે. ભાગ્યરૂપી લક્ષ્મીના મિત્રતુલ્ય આ સજજને સર્વે અવસરમાં સાવધાનપણુવડે કરીને બધી રાજધાનીઓને શરીર