________________ મદમ પાવ. અને કુશળખની વાર્તા પૂછીને હર્ષ પૂર્વક પાનબીડાં આપી અમચકુમાર વિસર્જન કરતા હતા. જેવી રીતે જે આવતા તેને તેવી રીતે જ સુખાદિક પૂછીને યથાયોગ્ય માન આપી રજા આપતા હતા. ધન્યકુમાર પણ રાજાની સાથે અભયકુમારને સ્વાગત કરવા સામે આવ્યા હતા, રાજાની સાથે સરખે આસને બેઠેલા હતા, અનુક્રમે અવસર થયો ત્યારે ધન્યકુમાર બહુ મુલ્યવાન એવું ભેટશું લઈને અભયકુમાર પાસે આવ્યા. તે વખતે રાજાએ ચક્ષુની સંજ્ઞાથી તે ગ્રહણ કરવાની ના પાડી, અભયકુમારે તે સમજી જઈને ના પાડી. પછી ધન્યકુમારે ધણા શપથ દીધા તથા ઘણે આગ્રહ કર્યો ત્યારે તેમાંથી જરા માત્ર ગ્રહણ કર્યું, અભયકુમાર વિચારવા લાગ્યા કે–“આ કોઈ નવીન સજજન જણાય છે. રાજા પણ બહુ સ્નેહથી તથા બહુ માનથી તેને બેલાવે છે. અવસરે તે સર્વ જણાશે, પરંતુ આ બહુ ગુણવાન હોય તેમ જણાય છે. " ત્યાર પછી શિષ્ટાચાર પૂર્વક સર્વને પ્રસન્ન કરીને વિસર્જન કર્યા અને પિતાને ઘેરથી આવેલા નેકરાદિક સેવકવર્ગની સાથે વાર્તાવિદ કરીને તેમને પણ રજા આપી. ત્યાર પછી ભેજનને સમય થતાં સર્વે સભ્યને વિસજીને રાજા ભેજનને માટે ઉઠ્યા. અભયકુમાર સાથે જોજન કર્યા પછી, એકાંતમાં બેસીને કપટી શ્રાવિકા કપટથી લઇ ગઇ ત્યારથી માંડીને જે થયું અને જે અનુભવ્યું, તે બધું અહીં થયેલા આગમન સુધીનું અતિવૃત્તાંત રાજાએ પૂછયું. અભયકુમારે પણ બધી હકીક્ત રાજા પાસે નિવેદન કરી. રાજા તે સાંભળી માથું ધુણાવી વિમિત ચિ તથી કહેવા લાગ્યા કે પુત્ર ! આવા સંકટમાંથી નિકળવાને ! તુંજ સમર્થ થાય, બીજો થઈ શકે નહિ. હાલના કાળમાં બુદ્ધિવડે 51