________________ 400 ધન્યકુમાર ચરિત્ર. પ્રમાણે કામ કરીને હું મારું વચન પ્રમાણ કરી દેખાડીશ, હમણા વધારે બેલવાથી શું ફાયદો ?" આ પ્રમાણે કહીને તે રાજગ્રહી તરફ ચાલ્યા અને કેટલેક દિવસે મુસાફરી કરતાં મગધ દેશના મંડનરૂપ રાજગૃહી નગરીએ પહેચ્યા. આગળ ગયેલા ચરપુરૂષએ શ્રેણિક મહારાજને વધામણ આપી કે-“બુદ્ધિબળથી પ્રદ્યોતરાજાને જીતીને, માળવા દેશમાં કીર્તિસ્તંભ થાપીને, બહુ લેકે ઉપર ઉપકાર કરીને અભયકુમાર નિર્ભય રીતે અહીં આવે છે.” શ્રેણિકરાજા પણ પુત્રનું આવાગમન સાંભળીને ઉલ્લસિત રોમાંચવાળા થયા, તેના હૃદયમાં આનંદ થયે, કહેવા આવનારને સારી રીતે વધામણી આપી અને મોટા મહત્સવપૂર્વક દાન આપતા અભયકુમારની સામે આવ્યા. પિતાને સામે આવતા જોઈને અભયકુમાર વાહનથી નીચે ઉતરી પગે ચાલતા પિતા પાસે આવીને પિતાના પગમાં પડ્યા. પિતાએ પણ પિતાના બંને હસ્તેથી તેને ઉભા કરીને ગાઢ સ્નેહથી આલિંગન દઈ તથા મસ્તક ચુંબી, હર્ષથી આવેલ અશ્રુજળવડે ભીની આંખેથી અભયકુમાર તરફ જોયું અને ગણદ વચનેથી કુશળ ક્ષેમની વાર્તા પૂછવા લાગ્યા. પછી હસ્તીના સકંધ ઉપર તેને બેસાડીને ધવળમંગળાદિક અનેક માંગલિક ક્રિયાઓપૂર્વક તેને નગરમાં પ્રવેશ કરાવ્યું. અભયકુમારના આગમનથી ચંદ્રના ઉદયથી સમુદ્રની જેમ ભગધાધિપતિ અતિશય આનંદના સમૂહથી ઉભરાઈ જવા લાગ્યા. તે વખતે પુરજન, મહાજન, સ્વજન વિગેરેના ગમનાગમનથી વિશાળ એ રાજમાર્ગ પણ સાંકડે થઈ ગયે. રાજના લેકે, નગરના લેક ભેટણા લઇને મળવા આવતા હતા, તે