________________ અષ્ટમ પલ્લવ. 3i98 રજા લઈને ઘેર જવાને સમયે ચંડઅદ્યત રાજાને નમીને કહ્યું કે“મહારાજ! તમે તે ધર્મના ન્હાના નીચે મને છેતરીને અને આ હતે, તે હું વિસરી જવાને નથી. તેને બદલે તે કરતાં અધિક હું વાળી આપીશ. તે પણ ધર્મના છળ વગર અને ચૌરવૃત્તિથી છાની રીતે પણ નહિ, પરંતુ ખરે બપોરે તમારા રાજયના બધા માણસો અને નગરજને પણ જોતાં હશે તેવી રીતે તમારા સામંત, સુભટ તથા નગરજનોને તમે કહેશે કે–“અરે સામંત ! અરે સુભટે ! અરે પીરજને ! મને આ અભયકુમાર બળાત્કારથી ગ્રહણ કરીને ઉપાડી જાય છે! શું જુઓ છે? મને છોડાવો! આ પ્રમાણે પિકાર કરશે, તે પણ કોઈ તમને છોડાવવા આવશે નહિ. એવી રીત સર્વજન સમક્ષ તમને પકડીને હું લઈ જઈશ, તેથી તમારે સાવધાનતાપૂર્વક રહેવું, બુદ્ધિવાને સાથે બુદ્ધિકૌશલ્ય ચલાવી વિચાર કરીને તમારે એવી રીતે રહેવું કે જેથી મેં કહેલા સં. કટને તમે ઉલ્લંધી શકે” તે સાંભળી બહુ અહંકારપૂર્વક પ્રદ્યોતરાજાએ કહ્યું કે “ભલે ! ભલે ! જા ! જા ! હવે બધું જણાશે. એકવાર તે બીલાડીના મુખમાં ઉંદરની જેમ અમે તને લાવ્યા હતા, તે ભૂલી ગયે જણાય છે ! વળી ફરીથી કાગડે જેમ ચકલીના બચ્ચાને લાવે તેમ અમે તને લઈ આવશું. વાણીથી બંધાયેલા મેં તને આજે તે છોડ્યો છે, તેથી તું અતિશય ફુલ મારે છે–ગર્વ ધારણ કરે છે, પણ એ તે આ વાંકી ડોકવાળે મંકેડે ગોળને ઘડે ગ્રહણ કરવાને ઇચ્છે તેની જેમ સે, હજાર, લાખ અને કરડે સુભટની વચ્ચે રહેલા મને ગ્રહણ કરીને પકડી જવાની તું પ્રતિજ્ઞા કરે છે. હવે જાણ્યું તારું ડહાપણું અને બળ! વધારે બેલવું રહેવા દે ! " પછી અભયકુમારે કહ્યું કે—“ કહ્યા