________________ 398 ધન્યકુમાર ચરિત્ર. નાશ થઈ જશે. બીજે દિવસે રાજાએ તે પ્રમાણે કર્યું અને શિવાદેવીએ દષ્ટિથી રાજા ઉપર જ્ય મેળવ્યું. ત્યાર પછી પરમ શીલવ્રતને ધારણ કરનાર શિવાદેવી રાણીએ વિધિપૂર્વક સ્નાનાદિ કરીને બળિબાકુળ તૈયાર કર્યા, શાંતિમંત્રાદિકથી તેબાકળા મંડ્યા. પછી નમસ્કાર તથા વજપંજર તેત્રાદિકથી પિતાની રક્ષા કરીને સર્વ નગરનાં દરવાજાઓમાં બળિને માણસોએ પ્રક્ષેપ કર્યો અને . તીર્થજળાદિકથી નગર ફરતી ચારે તરફ શાંતિ જળધારા કરી. આ પ્રમાણે સર્વ ક્ષુદ્ર દેવને સંતોષીને બધા ઘેર આવ્યા. તરતજ અશિવ તથા ગાદિક ઉપસર્ગો શાંત થયા. પ્રદ્યોતરાજાએ આખા નગરને આ પ્રમાણે નિરુપદ્રવિત જોઈને અભયકુમારને ચેથા વર આપ્યું. પછી બુદ્ધિમાં કુશળ એવા અભયકુમારે ચારે વર માગવાની રાજાની આજ્ઞા મેળવીને કહ્યું કે “હું શિવાદેવીના મેળામાં અનલગિરિ હાથી ઉપર બેસું. તમે હસ્તીના ચલાવનાર માવત થઈને બેસે અને અગ્નિભીરૂ રથ ભાંગીને તેના ઇંધનેથી સળગાવેલી ચિતામાં આપણે પ્રવેશ કરીએ. આ પ્રમાણે મને આપેલા ચારે વર આપે.” અભયકુમારની આ પ્રમાણેની માગણી સાંભળીને પ્રોતાજા બહુ ખિન્ન થઈ ગયા, તેણે માગ્યા પ્રમાણે આ પવાને તે અસમર્થ થયા, એટલે હાથ જોડીને કહેવા લાગ્યા કે“અરે અભય ! તારી બુદ્ધિ આગળ બીજા કેઈની બુદ્ધિ ચાલે તેમા નથી, અમે હાર્યા ને તું તેથી હવે તને જેમ ગોઠે તેમ કર.” તે સાંભળી અભયકુમારે કહ્યું કે–“હવે તે ઘેર જવાની ઇચ્છા થાય છે.” ચંડપ્રદ્યોતે કહ્યું કે–“ભલે તેમ થાઓ.” પછી ઉત્તમ આભરણ અને વસ્ત્રાદિવડે સત્કાર કરી શિષ્ટાચારપૂર્વક તેને વિસર્જન કર્યો. અભયકુમારે પેતાની માશી શિવદેવી વિગેરે સર્વેની