________________ અષ્ટમ પક્ષવ. 403 લક્ષ્મી જેમ મુખથી શોભે તેમ શોભાવી છે. વળી તે ધન્યકુમારે પિતાને ઘેરથી નીકળીને બહાર વિદેશમાં ફરતાં પણ સ્વદેશની માફકજ કઈ મહાપુન્યના ઉદયથી અભુત ભેગસુખ ને લરમી મેળવી છે. વળી આ સજજન પુરૂષે સ્વભાગ્યથી મેળવેલ અપરિમિત ધન અકૃતજ્ઞ અને ધનરહિત એવા પિતાના બંધુઓને અનેક વખત હર્ષ પૂર્વક આપી દીધું છે. વળી એ મહાપુરૂષ જયારે અત્રે આવ્યા ત્યારે જે શ્રેણીની વાડીમાં તેમણે નિવાસ કર્યો હતો તે વાડી તદન સુકાઈ ગયેલી હતી છતાં તેના દષ્ટિમાત્રના પ્રસારથીજ નવા પલ્લવ, પુષ્પ, ફળાદિકની ઉત્પત્તિથી શેનીક થઈ ગઈ હતી. વળી એ સજજને તું અવંતિ ગમે ત્યારે સૂર્ય પ્રકાશમાન થતાં આકાશને શોભાવે તેમ મારી રાજધાની અને રાયસ્થિતિને દીપાવી છે. વળી એજ મહાપુરૂષે સમસ્ત વ્યવહારીઓમાં શિરે મણિગભદ્ર શ્રેષ્ઠીને એક ધૂર્ત ધૂર્તકળાવડે કપટ્યુક્તિ કરીને છેતરતો હતો, તેને તેની ઉત્તમ બુદ્ધિકૌશલ્યવડે બચાવી લીધું હતું. વળી એ સત્પરૂપે આલાનસ્તંભ તેડી નાંખીને દેડતે આપણે સિંચાનક કરિવર જે મદના ઉત્કટપણાથી નગરને ભાંગતું હતું તેને હરતીને વશ કરવાની શિક્ષામાં મેળવેલ કુશળતાથી વશ કરીને આલાનખંભે બાંધી દીધું હતું અને સર્વજનેને ઉપદ્રવ મટાડીને સર્વની ઉપર ઉપકાર કર્યો હતો. ગુણવાન અને ગુણનાં સમૂહરૂપ આ મહાપુરૂષનાં ગુણોનું હું કેટલું વર્ણન કરૂં? રૂપ, સૌભાગ્ય, વિજ્ઞાન, વિનય, ચતુરાઈ વિગેરે અનેક ગુણોના સમૂહને એ સ્વામી છે, વળી નિષ્કારણ ઉપકાર કરવાથી તથા નૈમિત્તિકના વચન સાંભળવાથી કુસુમણીએ, ધૂર્તના વચનરૂપી કારાગારમાંથી છોડાવવાથી ગોભદ્રષ્ટીએ,