________________ અષ્ટમ પઢવ. 35 વિગવતીએ એક ઘડીના આંતરામાં તો ઘણે પંથ ઓળગે. ફરીવાર પણ પચીશ એજન ગયા ત્યારે વેગવતીની સાથે અનલગિરિ થઈ ગયો; ફરીવાર તેજ પ્રમાણે મૂત્રને ઘડે વત્સરાજે રસ્તામાં ફેડ્યો, એટલે પાછું એક ઘડીનું અંતર પડી ગયું. આ પ્રમાણે રસ્તે વત્સરાજે મૂત્રના ચારે ઘડા ફેડીને અનલગિરિ હસ્તીની ગતી રેકી. આ પ્રમાણે ચાર વખત થતાં છેલ્લીવાર અનલગિરિ અને વેગવતી એકઠા થઈ ગયા, તે વખતે પ્રદ્યોતરાજાના પુત્રે વત્સરાજને મારવા માટે ધનુષ્ય ઉપર બાણ ચઢાવ્યું. તે જોઈ વાસવદત્તા ઉભી થઈ અને વત્સરાજને અંતર કરીને તેની આડી ભાઈની સામે ઉભી રહી. તે વખતે પ્રોતપુત્રે વિચાર કર્યો કે–“બહેન વચ્ચે આવીને ઉભી રહી, હવે બહેનને કેમ મરાય? આ પ્રમાણે વિચાર કરતાં ઘટિકા માત્રને વિલંબ થયે, એટલે વત્સરાજનું ગામ આવી ગયું. વેગવતી દેડતી , વત્સરાજના ગામમાં પેસી ગઈ. તે વખતે પ્રદ્યોતપુત્ર વિલક્ષ વદનવાળે થઈને તેને છોડી દઈ પાછા વળે. વત્સરાજ વિગેરે વિગવતીની પીઠ ઉપરથી નીચે ઉતરીને થાક ઉતારવા સંબંધી કાર્ય કરવા લાગ્યા, તેવામાં એક ક્ષણમાં વેગવતી મરણ પામી. વત્સરાજે વાસવદત્તાની સાથે હર્ષપૂર્વક રાજમંદિરમાં પ્રવેશ કર્યો. હવે પ્રદ્યોતપુત્રે પાછા જઈને ચંડપ્રદ્યોતને બધી હકીકત જણાવી. તે સાંભળીને ક્રોધથી ધમધમાયમાન થયેલા તેણે યુદ્ધની સામગ્રી એકઠી કરવા માંડી. તે વખતે એક મુખ્ય મંત્રીએ રાજાને વિનંતિ કરી કે“રાજન ! હવે યુદ્ધાદિ કરવું તે અનુચિત છે; કારણ કે વાસવદત્તાએ સ્વેચ્છાથી વત્સરાજને ભર્તારની ભાવનાથી પતિ તરીકે સ્વીકાર્યો છે તે તેને હવે કેવી રીતે છોડશે ?