________________ 396 ધન્યકુમાર ચરિત્ર. વળી કઈ ઉપાયથી અગર છળથી તેને અત્રે લાવીએ, તે પણ અન્ય અંગીકાર કરેલ અને ભેગલ રાજપુત્રીને કોણ કુલીન પુરૂષ પત્ની તરીકે સ્વીકારશે? ઉલટું તેણે તે તમારી ચિંતા ઓછી કરી, સ્વયંપતિને શોધી લઇને લગ્નાદિ નિમિત્તે સ્વયંવરાદિકને ઘણે ખર્ચ તેણે બચા. પિતાને અનુકૂળ અને અનુરૂપ વર જોઈને તેણે તેને ગ્રહણ કર્યો, તેમાં તેણે કાંઈ અયુક્ત કર્યું હોય તેમ લાગતું નથી. વત્સરાજ પણ ઉચ્ચ કુળને રાજપુત્ર છે. વિધા અને કળાને ભંડાર છે. શોધવા જતાં પણ આ વર મળે નહિ, તેથી આ તે એગ્ય યુગળ સંધાણું છે. હવે યુદ્ધાદિ કરવાથી તે ઉલટ અપયશ થશે અને મૂર્ખતા પ્રકટ થશે. તેથી હવે તે સર્વ સામગ્રી લઈને પ્રધાન પુરૂષને ત્યાં મેકલ અને આનંદથી બંને નેનું પાણિગ્રહણ કરવો. એમ કરવું તે હવે યુક્ત છે, બીજું કોઈ પણ કરવું યુક્ત નથી.” રાજાએ પણ મંત્રીનાં વચનથી શાંત થઈને વન્સેશની સાથે વાસવદત્તાના લગ્ન કર્યા, અને સર્વ શાંતથે થયું. એક દિવસે અવંતીમાં અગ્નિને ભય ઉત્પન્ન થયે. ગૃહ, હાટ વિગેરેની શ્રેણીઓ જોતાં જોતાંમાં બળીને ભસ્મ થઈ જવા લાગી. જળાદિ પુષ્કળ છાંટવા માંડ્યું, તોપણ અગ્નિ શાંત પડ્યો નહિ. એક સ્થળે અગ્નિ એલવે તેવામાં તે અનેક સ્થળે જવાળા અને ભડકાઓ ઉઠતા હતા–અગ્નિ લાગતી હતી. લેકેએ ઘણું દેવદેવીના ભોગ, પૂજા, ઉત્સવાદિની માનતાઓ કરી, પણ આગ જરા પણ શાંત પડી નહિ, વિશેષ વિશેષ વધવા લાગી, કેટલાક રાજમહેલે વિગેરે પણ બળી ગયાં, આખી રાત્રીમાં કઈ સુખેથી સુઈ શક્યું નહિ. તે વખતે પ્રદ્યોતરાજાએ બુદ્ધિનું કો