________________ 394 : ધન્યકુમાર ચરિત્ર. પાલન કરવા માટે આ પ્રમાણે સ્વતઃ બે કે–“આજે વાસવદત્તા, કાંચનમાળા, વસંતક નામને હાથીને રક્ષક, વેગવતી તથા ઘોષવતી તે સર્વને સ્વેચ્છાથી લઈને વત્સરાજ જાય છે, તેથી જે શરા હેય તે તેને મૂકાવવા માટે દેડજે.” આ પ્રમાણે મોટા ઉચ્ચારપૂર્વક ઉઘોષણા કરીને વેગવતીને ત્વરિત ગતિવડે ચલાવી. તે પણ ઉતાવળી ગતિથી ચાલવા લાગી. પ્રદ્યોતરાજા વિગેરે સર્વેએ વત્સરાજે કહેલ સાંભળ્યું. પ્રદ્યોત રાજાએ કોપાકુળ થઈ જઈને સેવકોને હુકમ કર્યો કે અરે! દેડો, દેડો ! તાકીદે મારા અપરાધીઓને પકડો અને મારી સમક્ષ હાજર કરે.” આ પ્રમાણે રાજાનાં વચન સાંભળીને મંત્રી વિગેરે સેવે કહેવા લાગ્યા કે–“સ્વામિન્ ! મહારાજ ! તે તે વેગવતી ઉપર બેસીને જાય છે, તેને પકડવાને કણ સમર્થ છે?” તે સાંભળીને એક મંત્રીએ કહ્યું કે–સ્વામિન્ ! આ વેગવતીની પછવાડે અનલગિરિને દડા જોઈએ. અનલગિરિ હતી વિના વેગવતીની ગતિ રોકવાને કઈ સમર્થ નથી.”રાજાએ કહ્યું કે ભલે તેમ થાઓ, પણ તેને તાકીદે પકડીને અત્રે લા.” પછી બીજા સિપાઇઓ સાથે પોતાના પુત્રને અનલગિરિ ઉપર બેસાડીને તે સર્વને તેની પછવાડે દોડાવ્યા. અતિ ઉતાવળી ગતિથી ચાલતે અનલગિરિ પચીશ જ ગમે ત્યારે વેગવતીની સાથે તેઓ થઈ ગયા. તેને દૂરથી આવતે દેખીને વત્સરાજે એક મૂત્રથી ભરેલે ઘડે તેના માર્ગમાં પછાડીને ફેડ્યો. મૂત્રની વાસથી મુંઝાયેલે હસ્તી મૂત્રને સુંઘતે ઉભે રહ્યો. સિપાઈઓએ બહુ બહુ પ્રેર્યો, તે પણ એક ડગલું ચાલ્યું નહિ. એક ઘડી સુધી મૂત્રની ધથી જ્યારે તેનું મગજ ભરાયું, ત્યારે તે આગળ ચાલ્ય.