________________ અષ્ટમ પલ્લવ. * 094 ફરીથી ગામ બહાર નિકળવાની આજ્ઞા કણ જાણે ક્યારે મળશે? તેથી આપણે જે ધાર્યું છે તે આજેજ કરીએ. યથાર્થ નામવાળી વિગવતી હાથિણીની આગળ અશ્વાદિક કઈ પછવાડે દેડવાને શક્તિમાનું થાય તેમ નથી.” આ પ્રમાણે વત્સરાજે કહ્યું તે વાસવદતાને પણ અનુકૂળ લાગ્યું અને વૈદ્યના કથનની જેમ તે તેણે સ્વીકાર્યું ત્યાર પછી વાસવદત્તાએ વેગવતી હાથિણી મંગાવી. આ અવસરે કઈ અંધ છતાં પણ બહુ સારી રીતે નિમિત્ત જેનાર અત્યંત કુશળ એવા નિમિત્તિયાને દ્રવ્ય આપી પ્રસન્ન કરીને યૌગધેરાયણ મંત્રીએ પૂછયું કે “આ વેગવતી હાથિણી ધારેલ સ્થળે નિર્વિને પહોંચશે કે નહિ?” તેના ઉત્તરમાં નિમિત્તશાસ્ત્રમાં કુશળ એવા નિમિત્તિયાએ કહ્યું કે-“આ વેગવતી હાથિણી સે જન જઈને તરતજ પ્રાણ ત્યજશે તે વખતે વિન્ન આવશે. આની પછવાડે અનલગિરિ હતી આવશે, તેથી તેનું વિન્ન નિવારવાને તે હાથિણીના મૂત્રના ભરેલા બે બે ઘડા બંને બાજુએ સ્થાપવાને ગ્ય સમયે તેને ઉપયોગ કરે.” આ પ્રમાણે નિમિત્તિયાના કહેવાથી તે વાત લક્ષ્યમાં રાખીને યૌગન્ધરાયણે તે પ્રમાણે સગવડ કરાવી વેગવતીને તૈયાર કરી. પછી ઘણું દાન આપી તે અંધ નિમિત્તજ્ઞને સંતોષીને તેને કહ્યું કે આ વાત કોઈની પાસે તમારે કહેવી નહિ.” આમ કહીને તેને રજા આપી. પછી વત્સરાજ, રાજકન્યા વાસવદત્તા, ષવતી, ધાત્રી કાંચનમાળા અને હસ્તિને રક્ષક અને ચલાવનાર વેગવતી ઉપર આરૂઢ થયા. યૌગન્તરાયણે સંજ્ઞા કરી, એટલે વત્સાધિપતિ ચાલે; અનુક્રમે નગરની બહાર જે વાટિકામાં તેઓને ઉતરવાનું હતું તે સ્થળે તેઓ આવ્યા, ત્યારે ક્ષત્રિયના આચારમાં અગ્રેસર એ વત્સરાજ ક્ષાત્રધર્મનું 50