________________ ૩૮ર ધન્યકુમાર ચરિત્ર.. સાંભળીને ક્રોધ પામે, પણ ભાવાર્થ માલુમ નહિ પડવાથી તેને ક્રોધ શાંત પડી ગયે. વળી તેને જે તે વિષ વિગેરે જોઈને તે વિચારવા લાગ્યો કે “કઈ ભ્રમિત ચિત્તવાળે દેખાય છે, તેથી ગમે તેવું બેલે છે.” એક દિવસે ચંડuધોત રાજાએ વિચાર્યું કે મારી પુત્રી વાસવદત્તાને શીખવતા વત્સરાજને ઘણા દિવસે વીતી ગયા, તેથી આજે તેની ગીતવિદ્યાકળાની કુશળતા તપાસું તે બંનેને ઉદ્યમ કે ફળીભૂત થયે છે, તેની તપાસ કરું.” આ પ્રમાણે વિચાર કરીને રાજાએ પ્રધાન પુરૂષદ્વારા વત્સરાજને કહેવરાવ્યું કે–“તમારે આવતી કાલે સવારે વાસવદત્તાને સાથે લઇને ઉપવનમાં આવવું. તમારે સતત ઉઘમકે સફળ થયે છે તે જોવાની મારી ઇચછા છે.” વત્સરાજે જવાબ આપે કે-“બહુ સારું, સવારે આવીશ.” ફરીથી રાજાએ દાસીદ્વારા વાસવદત્તાને કહેવરાવ્યું કે “સવારે તારા અધ્યાપકની સાથે તારે ઉપવનમાં આવવું અને ઘણા દિવસથી શીખેલી કળા અમને બતાવવી. ગીત, સંગીત, રસ, રાગ વિગેરે કળાઓ માં જે કુશળ છે તે બધા ત્યાં આવશે, તેથી તારે અવશ્ય તારા અધ્યાપકને સાથે લઈને આવવું.” તે સાંભબીને વાસવદત્તાએ પણ “બહુ સારૂં” તેમ કહીને તે દાસીને વિસર્જન કરી. હવે બરોબર અવસર જોઇને અવસરના જાણ સુબુદ્ધિવંત વત્સરાજે વાસવદત્તાને કહ્યું કે-“ પ્રિયે ! આજે બરાબર કારાગૃહમાંથી છુટવાનો અવસર પ્રાપ્ત થયો છે, કારણ કે રાજાએ બહાર આવવાનો આદેશ આપે છે, આપણે વેગવતી હાથણું ઉપર બેસીને આપણે ઘેર જવાને સમય આ અનુકૂળ છે કેમકે