________________ 388 ધન્યકુમાર ચરિત્ર. આપ જેવાને જરા પણ ગ્ય નથી. તેથી ફરીથી તેવું દૂષણ આપશો નહિ. આંખનું કાણાપણું તે પૂર્વ ભવમાં કરેલા પાપના ઉદયથી જ થાય છે. કહ્યું છે કે–“વામનમાં સાઠ દે હોય છે, માંજરી આંખવાળામાં એંશી દેશે હૈય છે, ટૂંટીયા વળેલમાં સે દે હોય છે, પણ કાણામાં તે અસંખ્ય દોષ હોય છે. તેવા કર્મનાં ઉદય વગર કાણું એવું વચન સાંભળવા કણસમર્થ થાય? પિતાના પાપના ઉદયથી ઉત્પન્ન થયેલ કર્મના વિપાકને અનુભવતે પણ જે કઈ પારકાનાં અછતા દોષને વર્ણવે છે, તે કાયર પુરૂષજ સમજે. તમે પહેલાં આગલા જન્મમાં કઈને આવાં ખોટાં કલંકો આપ્યા હશે, તે કર્મના ઉદયથી જ આ ભવમાં કુણીપણું પામ્યા છે.” આ પ્રમાણેનાં તેનાં વચન સાંભળીને ઉદાયન બેલ્ય–“અરે કુશિધ્યાઓમાં અગ્રેસર વિદ્યાથીઓને અધ્યાપક અભ્યાસ કરાવતા હોય ત્યારે કાંઈ પણ સામે જવાબ આપવો તે યોગ્ય નથી, તેને બદલે તું તે ઉલટું કુછીપણાનું કલંક મને આપીને પ્રતિવાદીની જેમ સામું બોલે છે. જે વિમળ અને રોગ રહિત એવા તારા આ અધ્યાપકના શરીરને કલંક દઈને તું બેલાવે છે, તે બીજા કેને તું કલંક દીધા વગર રહેતી હઇશ તેની ખબર પડતી નથી !!" કુમારીએ કહ્યું—“અરે આર્ય! કમળદળ લેનવાળી મને તમે કાણું કેમ કહી?” ઉદાયને કહ્યું કે–“મેં તે તારા પિતા પાસેથી સાંભળ્યું હતું તેથી જાણ્યું હતું. કુમારીએ કહ્યું “અરે આર્ય! મને પણ તમે કુછી છે તેવું મારા પિતાએજ કહ્યું હતું. આ પ્રમાણે વાદ કરતાં બંનેના મનમાં શંકા થઈ, તેથી તેને નિર્ણય કરવાને પડદે દૂર કરી નાંખીને બંનેએ પરસ્પરનું રૂપ જોયું, ત્યારે બંનેના ચિત્તમાં પરમ આનંદ થયો. બંને એક બીજાનું