________________ અષમ પવિ. 387 કર્મના દોષથી ચંદ્રના કલંકની જેમ કુષ્ટ રેગથી તે ઉપદ્રવિત થયેલ છે. રાજવંશીઓને કુછીનું મુખ જોવાને નીતિશાસ્ત્રમાં નિષેધ કરેલ છે, તેથી જવનિકામાં રહીને જ તારે શીખવું.” આ પ્રમાણે પુત્રીને શિખામણ આપીને મુકરર કરેલે દિવસે શાસ્ત્રને આરંભ કરાવ્યું. હમેશાં ઉદાયન વાસવદત્તાના મહેલે જઈને ભદ્રાસન ઉપર બેસીને પડદાને આંતરે બેઠેલી વાસવદત્તાને સંગીતશાસ્ત્રનાં મર્મો શીખવવા લાગે, તે પણ વિનયપૂર્વક પિતાની બુદ્ધિ અને નુસાર શાસ્ત્રનાં રહસ્ય શીખવા લાગી. ઉદાયન તેનું બુદ્ધિકૌશલ્ય જેઈને પ્રસન્ન થઈ ઉત્સાહપૂર્વક ભણાવવા લાગે. એક દિવસે સંગીતશાસ્ત્ર શીખતી વાસવદત્તાને તાલ, માન, માત્રા, લય, અનુભાવ, અલંકાર વિગેરેથી રસોત્પત્તિને સમય અત્યંત સૂક્ષ્મ રીતે સમજાવ્યું, પણ અત્યંત સૂક્ષ્મ દૃષ્ટિથી તે ગ્રહણ કરાય તેમ હોવાથી બે, ત્રણ, ચાર વખત શીખવ્યા છતાં વાસવદત્તા તે બરાબર ગ્રહણ કરી શકી નહિ, તેથી વારંવાર તે પૂછવા લાગી, એટલે વત્સરાજ કહેતાં કહેતાં થાકી જવાથી આ કોશપૂર્વક ક્રોધ કરીને તિરસ્કારપૂર્વક બે કે-“અરે કાણાક્ષિ ! નેત્રની સાથે શું તારી બુદ્ધિ પણ નષ્ટ થઈ ગઈ છે? આંખના ફૂટવા સાથે શું તારૂં હૃદય પણ ફટી ગયું છે ? અરે રજૂન્ય ચિત્તવાળી ! મેં વારંવાર કહ્યું તે પણ કેમ ધારણ કરી શકતી નથી?” આ પ્રમાણેનાં અધ્યાપકનાં વચને સાંભળીને રાજકુમારી પણ આક્રોશપૂર્વક બોલી કે–“આપ ગુરૂએ મારા મંદબુદ્ધિપણાના કારણથી અણસમજ દેખીને જે આક્રોશવાળા વચને વડે શિક્ષા આપી તે તે મેં મસ્તકે ચઢાવી છે, કેમકે તેમાં તે મારે જ દોષ છે, પરંતુ તમે જે મને “કાણું એવું કલંક આપ્યું તે બેલવું