________________ 386 ધન્યકુમાર ચરિત્ર. કુશળ અધ્યાપકની તપાસ કરવાની મેં વાત કહી, ત્યારે જેઓ અનેક શાસ્ત્રમાં વિશારદ અને અનેક દેશમાં ફરેલા બુદ્ધિશાળી હતા, તે સર્વેએ સંગીતશાસ્ત્રની કુશળતા માટે તારી પ્રશંસા કરી અને કહ્યું કે હમણાં તે ઉદાયન રાજાજ સંગીતશાસ્ત્ર અને રસશાસ્ત્રમાં અતિશય નિપુણ છે, તે અદ્વિતીય કળાવાનું છે, તેની જેવો બીજો કેઈ તે કળામાં કુશળ નથી. આ પ્રમાણે સાંભળીને મેં વિચાર્યું કે તેને બેલાવવા માટે પ્રધાન પુરૂષને હું મોકલીશ તે પિતાના રાજ્યમાં સુખેથી રહે તે માટે આદેશ માનશે અગર નહીં પણ માને પોતાનું રાજ્ય છોડીને કણ પરતંત્રતામાં જાય? તારી સાથે મારે કોઈ જાતનો વિરોધ નથી તેથી વળી પૂર્વે મેં તને પુત્રપણે અંગીકાર કરેલું છે તેથી મારે તારી સાથે યુદ્ધ કરવું તે પણ યોગ્ય નહોતું. જે તું અહીં ન આવે તે મારી પુત્રીની ઇચ્છા વિફળ થાય તેથી મેં આ પ્રમાણે છળ કરીને તને અહીં અણવેલ છે, બીજું કાંઇપણ કારણ નથી, તેથી સુખસુખે પિતાના ઘરની જેમજ અહીં રહીને તું વાસવદત્તાને ભણાવ, પરંતુ તે પડદામાં રહીને ભણશે, કારણ કે તે કાણી છે, એટલે લજજાથી તે કેઈને પિતાનું મુખ દેખાડતી નથી.” આ પ્રમાણે કહીને બહુ સન્માનપૂર્વક ખાનપાન, વસ્ત્રાદિક આપી પિતાની સરખે બનાવી વન્સેશને ત્યાં રાખો. જતિષી લેકએ કહેલા શુભ દિવસે સંગીતશાસ્ત્ર શીખવવાની શરૂઆત કરવાનો નિર્ણય કર્યો. રાજાએ વાસવદત્તાને બધી હકીકત કહી અને છેવટે કહ્યું કે–“વત્સ ! અમુક દિવસે તારે સંગીતશાસ્ત્ર શીખવાને આરંભ કરવાને છે, પણ તારે તારા ગુરૂનું મુખ જેવું નહિ, કારણ કે સમસ્ત શાસ્ત્રમાં તે કુશળ છે, પણ