________________ અષ્ટમ પલ્લવ. 35 બેસાડીને ઉત્તમ જાતિના અ તે રથને જોડી દીધા. તે અમોએ ઉતાવળી ગતિથી અડધી ઘડીમાં એક જન માર્ગ કાપી નાખે. ઉદાયન તે ક્રિયા જોઈને ચિંતા કરવા લાગ્યું કે–“અહે કર્મની ગતિ કોણ જાણે છે? આ સુભટે મને કયાં લઈ જશે? અહે ! મારા પિતાનાં શસેજ મારા ઘાતક થયા !! આનું પરિણામ શું થશે, તેની કાંઈ ખબર પડતી નથી. " આ પ્રમાણે ચિંતાવડે દિભૂઢ થયેલ તે રાજા બોલવાને પણ શક્તિવાન થયે નહિ. સ્થળે સ્થળે રાખેલા જુદા જુદા રથમાં બેસવાની અને ઉતરવાની ક્રિયા કરતાં બીજે દિવસે તેઓ ઉજજયિની પહોંચ્યા, અને ચંડપ્રદ્યોત રાજાની પાસે ઉદાયનને હાજર કર્યો. ચંડપ્રદ્યોત રાજાએ પોતે ઉભા થઈને અતિ આદરપૂર્વક રથમાંથી તેને ઉતાર્યો, મિષ્ટ વચ વડે તેને આલિંગન આપ્યું અને તેને ભેટીને પિતાનાજ આસન ઉપર તેને સાથે બેસાડી તે બે કે–“અરે વત્સાધિપતિ ! તારે બલકુલ ચિંતા કરવી નહિ. આ ઘરને તારા પિતાના ઘરની જેવું જ ગણવું. મેં કોઈપણ ખોટા વિચારથી તને અને મંગા નથી, કારણ કે પ્રથમથી જ મેં તે તને પુત્રપણે સ્થાપિત કરેલ છે. હજુ પણ મારા ચિત્તમાં તેજ ભાવ વર્તે છે, તેથી બે વિકલ્પ છોડી દઈને સુખેથી અત્રે રહે અને જે કારણ માટે કપટ કરીને તને અહીં અણાવ્યું છે તે કારણ સાંભળ-મારી પુત્રી વાસવદત્તા નામની છે. તે પિતાના ચિત્તની પ્રસન્નતાથી અનેક શાસ્ત્રકળા શીખેલી છે, પરંતુ એક સંગીતશાસ્ત્રની કળાથી તે ન્યૂન છે, તે તેને આવડતી નથી. તેણે એક દિવસે મને કહ્યું કે–“સંગીતશાસ્ત્રમાં નિપુણ એક અધ્યાપક અને મેળવી આપે. તેનું કથન સાંભળીને મારી સભામાં બુદ્ધિશાળી સભ્યોની પાસે એક ગીતશાસ્ત્રમાં