________________ ઉપર ધન્યકુમાર ચરિત્ર. બે કે-“જે મારું કહેવું માને, તે કાંઈ પણ વિશ્ન આવે નહીં.” બીજાઓએ પૂછયું કે–શું ?" તે બે -“ઘણ અને છીણુંએ તે આપણા હાથમાં આવી છે, તેના વડે ઉપર દેખાતું સુવર્ણ કાપીને લઈ જઈએ, બાકીનું ધુળથી ઢાંકી દઈને જઈએ. પછી દરરોજ રાતે આવીને ઇચ્છિત કાર્ય કરશું; માટે જ્યારે આ સેની આવે ત્યારે એને આપણે કહીએ કે–“જલદી પાણું કાઢ, અમને તૃષા લાગી છે. તે સાંભળીને જયારે તે પાણી ખેંચવા કૂવા ઉપર જાય, ત્યારે પાછળથી આપણે બધાએ એકત્ર થઈને હાથ વડે ધક્કો મારી તેને કૂવામાં નાંખી દે. તેમ કરવાથી ટાઢા પાણીએ ખસ જશે.” તે સાંભળીને સર્વે તેના વિચારને સંમત થયા. તેટલામાં તે સેની પણ દેહચિંતા કરીને આવ્યું, ત્યારે ચોરોએ કહ્યું કે--હે ભાઈ ! પાછું પાણી ખેંચ, સરસ ભેજન કરવાથી ફરી તરસ લાગી છે.' તે સાંભળીને સનીએ વિચાર કર્યો કે-“હવે મેદ- * કોનું વિષ ચઢવા લાગ્યું જણાય છે, તેથી પાણી પીને સર્વે ભૂમિપર પડશે, અને દીર્ઘનિદ્રા (મરણ) પામશે. ત્યાર પછી સર્વ ધન હું જ એકલે ગ્રહણ કરીશ. એ પ્રમાણે આર્ત તથા રૌદ્ર ધ્યાન કરતે તેની પાણી ખેંચવા લાગે, તેટલામાં પ્રથમથી સંકેત કરેલા તેઓએ તેને કૂવામાં નાખી દીધો. ત્યારપછી ચેરે પણ એક ઘડી થઈ એટલે વિષના પ્રભાવથી મરણ પામ્યા. આ સર્વ બીના સરસ્વતીને બતાવીને લક્ષ્મી બેલી –“હે સરસ્વતી ! જગતનું આશ્ચર્ય જોયું? આ દશે મનુષ્યએ ધનરૂપી અગીઆરમાં પ્રાણની પ્રાપ્તિને માટે પોતાના દશે પ્રાણ આપ્યા, પરંતુ કોઈએ અગીઆરમ પ્રાણ પ્રાપ્ત કર્યો નહીં. હું મનુષ્યને સેંકડો અને હજારે સંકટમાં નાંખું છું, રેવડે