________________ 351 સપ્તમ પલ્લવ. કરીને હું તમારા કુમારને ડો.” તે સાંભળીને રાજા સર્વ લેકેની સમક્ષ પોતાના આત્માની નિંદા કરતે બ્રાહ્મણને તથા નાગને ખમાવવા લાગ્યું, અને હવે જેવી તમારી આજ્ઞા હેય તેમ હું કરું એમ કહેવા લાગ્યું. ત્યારે નાગ બે કે-જે તું લક્ષ રૂપિયાના ઇનામ સહિત સુંદર દશ ગામ આ બ્રાહ્મણને આપે તે હું છોડું.” તે સાંભળીને રાજાએ તેમ કરવું કબુલ કરીને બ્રાહ્મણ ની પૂજા કરી, એટલે તરતજ કુમાર સજજ થશે. સનીની કૃતઘતા જોઈને રાજાએ તેને વધ કરવાની આજ્ઞા કરી, પણ તેને પેલા બ્રાહ્મણે કૃપાથી છોડાવ્યું.” માટે હે ભાઈઓ! આ આપણે તેની પિતાની માનું પણ સુવર્ણ ચેરે તે છે, તેથી આપણે તેને અહીં લાવ્યા તે ઠીક ન કર્યું. આપણે તેને અહીં લાવ્યા અને શિલા પણ દેખાડી. પહેલેથીજે કઈ મિષ કરીને તેની પાસેથી છીણી અને ઘણુ વિગેરે ઉપકરણે માગી લાવ્યા હતા, તો સારું થાત. હવે તો “સર્પે છછુંદર ગળી એ ન્યાયે આપણે કચ્છમાં આવી પડ્યા છીએ. વળી આ શિલા એક દિવસમાં કકડા કરી શકાય તેવી પણ નથી, ઘણા દિવસે તે કાર્ય થાય તેવું છે. પ્રાતઃકાળ થયે લેવાશે તેટલું લઇને આપણે તથા આ સેની પિતાપિતાને ઘેર જશું. ઘેર ગયા પછી ઘણ સુવ નું મરણ થવાથી તે આકુળવ્યાકુળ થશે; એક રતિ માત્ર પણ સુવર્ણ જોઇને તેનું ચિત્ત વિલ થાય છે, તો આટલું બધું જોઈને તેને શું નહિ થાય? પછી જરૂર કોઈ બળવાન સહાયકનો ભાગ કરીને તે આ આખી શિલા ઉપાડી જશે અને આપણે માથે ઘણું સવર્ણ લઈ ગયાનું તેહમત મૂકીને આપણને મહાસંકટમાં નાંખશે, માટે હવે આપણે શું કરવું ?" તે સાંભળીને એક જણ