________________ 350 ધન્યકુમાર ચરિત્ર. દુષ્ટ રાજાના પુત્ર ઉપર કેમ ઉપકાર કરવા પ્રવૃત્ત થયા છે ? શું ગધેડા ઉપર બેસાડીને તમારી આટલી વિડંબના કરી, તે ભૂલી ગયા છે?” રાજાએ પૂછયું કે–“મારી દુષ્ટતા શી રીતે?' નામે જવાબ દીધે કે– હે રાજન ! તારા પુત્રને વાઘે માર્યો છે. ત્યાર પછી કેટલેક દિવસે દૈવયોગે અમે ત્રણ મિત્રો કૂવામાં પડ્યા હતા અને એથે સોની પણ કૂવામાં પડ્યો હતો. તે અવસરે નિષ્કારણ ઉપકારી એ આ બ્રાહ્મણ ત્યાં આવી ચડ્યો. અમે ત્રણેએ વિજ્ઞપ્તિ કરી. તે વખતે આ બ્રાહ્મણે તરતજ લતાઓને એકઠી કરી તેને ગુંથીને અનેક પ્રયત્ન કરી અમને ત્રણેને બહાર કાઢ્યા. ત્યારે અમે ત્રણેએ તેને પ્રણામ કરીને શિખામણ આપી હતી કે–આ સેની અગ્ય છે, તેથી તે ઉપકાર કરવા લાયક નથી. એમ . કહીને અમે પિતાને સ્થાને ગયા હતા. પછી તે દુષ્ટ સનીએ ચાટુ વચનેવડે બ્રાહ્મણને વિનંતિ કરી, ત્યારે ઉપકારના સ્વભાવવાળા તે બ્રાહ્મણે અમારું વચન વિસરીને તેને પણ કાર્ય એટલે તે પણ પિતાને ઘેર ગયે. પછી આ બ્રાહ્મણ તીર્થયાત્રા કરીને પાછો વળે, ત્યારે વનમાં વાઘે તેને છે. તેણે બ્રાહ્મણનો ઉપકાર સંભારીને આ આભૂષણે તેને આપ્યાં. તે લઈને તે બ્રાહ્મણ આ નગરમાં આવે. તેને પેલે સેની ધનવાળે જાણીને કપટવૃત્તિથી પિતાને ઘેર લઈ ગયો અને તેની પાસેથી ઘરેણું લઈને તમારી પાસે આવી તેણે તમને વાત કરી. તમે પણ કાંઈ વિચાર કર્યા વિના જ તેની વિડંબના કરીને મારી નાખવાનો હુકમ કર્યો. તેવી અવરથાએ બ્રાહ્મણને જોઇને વાંદરે તરત આવીને મને કહ્યું, તેથી આ અમારા ઉપકારીને દુઃખ દેનાર એવા તમને હું શી રીતે મૂકું ? શિષ્ટનું પાલન અને દુષ્ટને નિગ્રહ કરે, એ નિતિનું સ્મરણ