________________ 'સપ્તમ પલ્લવ. 348 નિરાશ થયા અને વિલાપ કરવા લાગ્યું. તે વખતે કેઈએ કહ્યું કે-હે. સ્વામી! નગરમાં પડહ વગડાવો, એટલે કોઈ પણ ગુણવાન મળી આવશે. તે સાંભળીને રાજાએ નગરમાં ઘોષણા કરાવી કે જે કોઈ આ કુમારને જીવાડશે, તેને રાજા લક્ષ રૂપિયા ઈનામ આપશે.” આ પ્રમાણે પડહ વાગતે વાગતે જ્યાં રાજપુરૂષ તે બ્રાહ્મણને ગધેડાપર બેસાડીને ફેરવતા હતા ત્યાં આવ્યા, તેવામાં નાગદેવતાએ દૈવી શક્તિથી અદશ્યપણે ત્યાં આવીને પેલા બ્રાહ્મણના કાનમાં કહ્યું કે-“હે શ્રેષ્ઠ બ્રાહ્મણ ! “રાજકુમારને હું જીવાડીશ' એવી : પ્રતિજ્ઞા પૂર્વક તમે પડહનો સ્પર્શ કરે. તે વખતે તમે અમારા ત્રણેનાં વચન પ્રમાણે કર્યું નહીં, અગ્યને ઉપકાર કર્યો તેનું આ ફળ પ્રાપ્ત થયું છે. પછી બ્રાહ્મણે રાજસેવકોને કહ્યું કે મને છોડી દે, હું રાજકુમારને જીવતો કરીશ” ત્યારે રાજસેવકે રાજાની પાસે દેડતા ગયા, અને બ્રાહ્મણની હકીક્ત નિવેદન કરી. રાજા હર્ષ પામીને બે કે-તે બ્રાહ્મણને બંધનથી મુક્ત કરી અહીં લઈ આવે.' સેવકે તે પ્રમાણે કરી બ્રાહ્મણને રાજા પાસે લાવ્યા. રાજાએ કહ્યું કે–“હે બ્રાહ્મણ! કુમારને જીવાડે. તમે જેને માર્યો તેજ તમે પાછો દીધો એમ માનશું, અને તમારી જે વિડંબના કરી તે બદલ તમારો અધિક પૂજા સત્કાર કરશું, માટે ઉતાવળ કરે.' બ્રાહ્મણ બે કે નીતિવિરૂદ્ધ કરવાથી હું વિડંબના પામે છું, પણ હવે પછી સર્વ વૃત્તાંત નિવેદન કરીશ એમ બેલતે તે બ્રાહ્મણ વિષથી વ્યાપ્ત થયેલા કુમાર પાસે ગયે. ત્યાં એક મંડળ કરીને દીપ, ધૂપ વિગેરે મહા આડંબરપૂર્વક માર્જન કરવા લાગ્યો. રાજા વિગેરે સર્વે ચોતરફ ઉભા ઉભા જુએ છે, તેટલામાં નાગદેવતા કુમારના શરીરમાં પ્રવેશ કરીને બોલ્યા કે—હે બ્રાહ્મણ! આ