________________ 348 ધન્યકુમાર ચરિત્ર. બનાપૂર્વક અહીં લઈ આવે.' તે સાંભળીને રાજપુરૂષે એકદમ દેડ્યા અને સોનીને ઘેર રહેલા તે બ્રાહ્મણને ચેરની જેમ બાંધી લઈને વિડંબના પૂર્વક રાજા પાસે લઈ આવ્યા. રાજાએ માત્ર નજરે જોઈને જ તેને વધ કરવાની આજ્ઞા કરી. ત્યારે રાજસેવકે તે બ્રાહ્મણનું અધું મસ્તક મુંડાવી, ગધેડા પર બેસાડી. મારતા મારતા નગરમાં ફેરવવા લાગ્યા. તે વખતે બ્રાહ્મણ મનમાં વિચાર કરવા લાગે કે–મેં વાઘ વિગેરે ત્રણેનું વચન માન્યું નહીં, તેનું ફળ મને આ મળ્યું.' આ પ્રમાણે તે વિચાર કરતા હતા, તેવામાં તેને વૃક્ષ પર બેઠેલા પેલા વાંદરાએ જોયે અને ઓળખે, તેથી તે વિચારવા લાગે કે–અહે! આતે અમારા ત્રણેને ઉપકારી છે, તેની આવી " અવસ્થા કેમ થઈ ?" પછી તે વાંદરે લેકેના કહેવા પરથી બધી વાત જાણુને વિચાર્યું કે–ખરેખર આ બ્રાહ્મણને પેલા સોનીએજ દુઃખમાં નાખ્યો જણાય છે, અને તેજ અને મરાવી નાંખશે. માટે આ બ્રાહ્મણ કેઈ ઉપાયથી જીવે એમ કરૂં.' એમ વિચારતે તે વાંદર સર્ષ પાસે ગયે અને તેને સર્વ વૃત્તાંત કહ્યો.તે સાંભળી સર્પ - ચિંતા ન કર, સર્વ સારૂં થશે.” એમ કહીને તે સર્ષ રાજાના ઉધાનમાં જઈને રાજાના કુળના બીજરૂપ કુમારને હસ્યો. તરતજ તે કુમાર શબની જેમચેતના રહિત થઈને પૃથ્વી પર પડ્યો. રાજપુરૂષએ બૂમ પાડતાં પાડતાં રાજા પાસે જઈને બધું કહ્યું. રાજા પણ હવે શું કરવું?' એ વિચારમાં મૂઢ બની ગયે. અનેક મંત્રવાદીઓને લાવ્યા. તેમણે પોતાના મંત્રબળથી જળનું માર્જન વિગેરે કર્યું, પરંતુ તે સર્વ નપુસંકને વિષે તરૂણીના વિલાસની જેમ નિષ્ફળ થયું. રાજાના ચારે હાથ હેઠા પડ્યા. રાજા