________________ સપ્તમ પવ. 347 ઘણી શેધ કરી, પણ હજુ સુધી કોઈ પણ પત્તો લાગ્યો નથી, તેથી રાજાએ પડહ વગડાવ્યું છે કે–જે કોઈ કુમારના જીવવાની કે મરણની શોધ કરી લાવશે તેના પર હું ઘણે પ્રસન્ન થઈશ અને * મોટું ઇનામ આપીશ.” આ પ્રમાણે ઘોષણા કરાવ્યા છતાં પણ હજુ સુધી તેની શેધ મળી નથી. આજે શુદ્ધિ મળી છે, માટે હું રાજાને આ અલંકાર બતાવીને તેને પ્રીતિપાત્ર થાઉં અને રાજાને પ્રસાદ મેળવું.આમાંથી થોડુંક ઘરેણું મારા હાથમાં પણ રહેશે. આ બ્રાહ્મણનું મારે શું પ્રયોજન છે? ઉલટે અહીં રહેશે ત્યાં સુધી ખાવાપીવાને ખરચ કરાવશે.” એમ વિચારીને ઘરેણાં હાથમાં લઈને તેણે બ્રાહ્મણને કહ્યું કે-“હે વામી ! સુવર્ણની પરીક્ષા તે હું જાણું છું, પણ રત્નની પરીક્ષા જાણતો . નથી, માટે આ આભૂષણે રત્નના વેપારીને બતાવીને નક્કી મૂલ્ય કરાવી તે વેચી ધન લઈને તમને આપીશ. તમે સુખેથી અહીં જ બેસે.' એમ કહીને તે તેની આભૂષણ લઈને રાજા પાસે ગયે. રાજાએ તેને આવવાનું કારણ પૂછયું, ત્યારે તે બેલ્યો કે–કુમારની શેધ મને મળી છે, તે આપને નિવેદન કરવા આવ્યો છું.' તે સાંભળીને રાજા પણ ઉત્સુકતાથી “શું? શું ?' એમ બે. ત્યારે સનીએ આભૂષણે દેખાડ્યાં. રાજાએ જોતાંજ ઓળખ્યાં, એટલે આ કોણે આપ્યાં?' એમ તેને પૂછયું, ત્યારે તે બોલ્ય કે–આ લાવનાર એક બ્રાહ્મણ છે, અને તે મારે ઘેર બેઠે છે. તેણે મને આ વેચવા આપ્યાં છે, તેથી હું આપને દેખાડવા લાગે છું.” રાજાએ કહ્યું કે તે ઠીક કર્યું, તું તે આપણે જ છે.” એમ કહીને રાજાએ સેવકોને લાવી આજ્ઞા કરી કે–“હે સેવકે ! દેડે, દડો, આ સનીને ઘેર જે બ્રાહ્મણ છે, તેને બાંધીને વિડં.