________________ ! સપ્તમ પુણવ.. પીડું છું, ચાબકાના ઘાથી મારૂં છું, ભિક્ષા મંગાવું છું, અને કારાગૃહમાં નંખાવું છું. ઘણું શું કહું? ક્રોધ પામેલે શત્રુ પણ જવું ન કરે તેવું હું દુઃખ દઉં છું, તોપણ સંસારી જીવો મારી પુઠ મૂકતા નથી. મારે માટેજ માતા, પિતા, પુત્ર, સ્ત્રી, મિત્ર, ચાકર અને ગુરૂ વિગેરેને છેતરે છે, તેમને તિરસ્કાર કરે છે અને વિશ્વાસઘાત પણ કરે છે. કુળની, જાતિની, દેશની અને ધર્મની પણ લજજ છોડીને મારે માટે બ્રમણ કરે છે, ન કરવાનું કાર્ય કરે છે અને ન બેલવાનું બોલે છે. માત્ર એક જિનેશ્વરનાં વચનવડે જેનાં અંતઃકરણ વાસિત છે એવા પાંચ મહાવ્રતને ધારણ કરનારા મુનિઓ પાસે મારું કાંઈ પણ ચાલતું નથી. તેઓ મને વિવિધ પ્રકારે વગોવે છે, મારી મહત્તાને નાશ કરે છે, મારી સંતતિરૂપ જે કામભેગાદિક છે તેને નાસિકાના મળની જેમ દૂર ફેકી દઈ, પાંચ શબ્દવાળા આદ્ય (વાછત્ર) ને વગાડતા ... વનમાં જઈ અશોકવૃક્ષની નીચે ઉભા રહી, સારવાળી સર્વ વિસ્તુઓને તજી દઈ, નગ્ન જેવા થઈને મારા સંગના ત્યાગની પ્રતિજ્ઞા કરી દરેક દેશમાં વિચરે છે. વળી ત્યાં જનસમૂહમાં હમેશાં મને તથા મારા કામગાદિક પુત્રોને નિંદે છે, પોતાના વચનની ચતુરાઈવડે મારામાં રહેલા ગુપ્ત છિદ્રોને પ્રગટ કરે છે, અને સર્વ લેકેને મારાથી વિમુખ કરે છે. વળી મને ચપળા, કુટિલા, રવે છોચારિણી વિગેરે અનેક કલાકે આપીને કેટલાક મનુષ્યોને પિતાની જેવા ત્યાગી બનાવે છે. આમ છતાં પણ તેઓ તાજપ વિગેરે એવાં કરે છે, કે જેથી મારે અવશ્ય તેની દાસીરૂપે સેવા કરવી પડે છે. જેને ઘેર તેઓ માત્ર આહારજ ગ્રહણ કરે છે, તેના ઘરના આંગણામાં ભારે લાખો અને કડે મહેરની વૃષ્ટિરૂપે