________________ ધન્યકુમાર ચરિત્ર. * રણ ઉપકાર કર્યો છે, તેના બદલામાં અમે સેંકડો ઉપકારે કરીએ તે પણ તમારા ઉપકારને બદલે વળી શકે તેમ નથી, તથાપિ કઈ અવસરે કૃપા કરીને અમારે ઘેર પધારજો, યથાશક્તિ અમે આપની સેવા કરશું, પણ આ કૂવામાં જે મનુષ્ય છે તેને તમે કાઢશે નહીં, કેમકે તે જાતને સેની છે, માટે તે ઉપકારને અગ્ય છે. ' ( આ પ્રમાણે ઘણી વિજ્ઞપ્તિ કરીને તે વાઘ, વાનર અને સર્ષ પિતપોતાને સ્થાને ગયા. ત્યાર પછી બ્રાહ્મણ શંકામાં પડ્યો તો વિચાર કરવા લાગ્યું કે–આ સેનીને કાઢે કે નહીં ? ' એવા સંશયરૂપી હિંડોળા પર તેનું મન હીંચકવા લાગ્યું. તે વખતે કૂવાની અંદર રહેલે સેની બે કે- હે બ્રાહ્મણ ! લેકેને ઉગ કરનારા અને વિવેકરહિત એવા વાઘ, વાનર અને સર્પને ઉદ્ધાર તમે તરતજ કર્યો અને મને કાઢતાં વિલંબ કેમ કરે છે? હું તે મનુષ્ય છું, શું સર્પ, વાનર ને વાઘથી પણ હું વધારે દુષ્ટ છું ? શું હું તમારા ઉપકારને ભૂલી જઈશ ? માટે મને કિાઢે; જન્મ પર્યત હું તમારે સેવક થઈને રહીશ. તે સાંભળીને સરલ પ્રકૃતિવાળા બ્રાહ્મણે વિચાર્યું કે–આ સેની સત્ય કહે છે. શું આ મનુષ્ય તિર્યંચથી પણ હલકે છે? જે થવાનું હોય તે થાઓ. ઉપકારીએ પંક્તિભેદ રાખે એ ગ્ય નથી. વળી તે વાઘ વિગેરેનું કહેવું પણ સત્ય છે, પરંતુ મારે એની સાથે શું કામ છે ? હું દૂર દેશમાં રહું છું, અને આ તે આ દેશને જ રહીશ છે, તે મને શું કરશે?' એમ વિચારીને તે બ્રાહ્મણે સેનીને પણ બહાર કાઢ્યો. ત્યારે સેનીએ બ્રાહ્મણને પ્રણામ કરીને કહ્યું કે-“તમે મને જીવિતદાન આપ્યું છે. માટે મારા પર કૃપા કરીને મારે ઘેર આવજે, હું અમુક ગામમાં અમુક રોવીમાં