________________ સપ્તમ પલ્લવ. 345 રહું છું. હું તમારી યથાશક્તિ ભક્તિ કરીશ.' એ પ્રમાણે વાણુને વિલાસ કરીને તે ગયે. પછી પેલે બ્રાહ્મણ પણ અડસઠ તીર્થમાં અટન કરતે યાત્રા કરીને કેટલેક કાળે પાછો ફર્યો. અનુક્રમે તેજ અરણ્યમાં તે આ દેવયોગે વાઘે તેને જો, અને ઓળખ્યોકે–આ મારે જીવિતદાતા મહા ઉપકારી છે. એમ સ્મરણ કરીને વાઘે તેને બહુમાન અને ભક્તિપૂર્વક પ્રણામ કર્યા. પછી પિતે પૂર્વે મારેલા રાજકુમારના લાખો રૂપિયાના મૂલ્યના અલંકારે તે બ્રાહ્મણને આપીને કહ્યું કે“હે સ્વામી! અમને ત્રણને બહાર કાઢયા પછી તે સેનીને તમે કાયો હતો કે નહીં?' બ્રાહ્મણે કહ્યું કે-તે સનીએ અત્યંત દીનતાપૂર્વક વિનતિ કરી, એટલે મારા ચિત્તમાં ઘણું દયા આવી, તેથી મેં તેને કાયો હતે.” ત્યારે વાઘ બોલ્યો કે તે ઠીક ન કર્યું, પણ હવે તેને સંગ કરશે નહીં.” એમ કહીને તેને પ્રણામ કરીને તે વાઘ ગયે. બ્રાહ્મણ પણ જીંદગીના દારિદ્રયને નાશ કરનાર અલંકાર લઈને ઉત્સાહ સહિત વાઘને આશીર્વાદ આપી આગળ ચાલ્યા. ભાગમાં જતાં તેણે વિચાર્યું કેઆગળ જતાં અત્યંત ભયાનક માર્ગ આવશે, તેમાં આ અલંકાર શી રીતે સચવાશે? માટે નગરમાં જઈને આ ઘરેણાં વેચી તેનું રોકડ નાણું કરી વેપારીની દુકાને હુંડી લખાવી નિર્ભયપણે સુખેથી ઘેર જાઉં.' એમ વિચારીને તે ચાલે. આગળ જતાં નગર આવ્યું, તેમાં તે પેઠે. ચૌટામાં તેવા યોગ્ય માણસની શોધ કરતા તે આમ તેમ ફરતું હતું, તેવામાં દુકાને બેઠેલા પેલા સનીએ તેને જે, અને વિચાર્યું કે જેણે મને કુવામાંથી બહાર કાયો હતો તે જ આ બ્રાહ્મણ જણાય છે. તેવામાં તેની ગાંઠે