________________ સપ્તમ પલ્લવ. 343 હાથમાં આવ્યું, માટે તમે ભાગ્યવાન પુરૂષમાં અગ્રેસર છે. * આપની કૃપાથી આજ મારૂં પણ દારિદ્રય નાશ પામ્યું છે, પરંતુ પ્રથમ “શત વિહાય ભક્તવ્યું " (સે કામ મૂછને ભજન કરવું) નીતિશાસ્ત્રના વચનને અંગીકાર કરીને આ ઘીવાળા મેદક ખાઓ. પછી સજજ થઇને દારિદ્રયને નાશ કરનારા આ શિલાના કકડા કરવા હું પ્રવૃત્ત થઈ જઈશ.” એમ કહીને તેણે છ એ જણાને એક એક મેદક આપે. તે એરોએ પણ પિતાના આયુષ્યનો અંત લાવનાર તે મેદક ખુશીથી ખાધા અને તૃત થયા. પછી સોનીએ કહ્યું કે- “મારી સાથે કૂવાને કાંઠે ચાલે, હું પાણી સીંચું, તે પીને હાથ પગ ધોઈ કામને માટે તૈયાર થઈ જાઓ.” ત્યારે તે સર્વે કૂવા પાસે ગયા. સનીએ કૂવામાંથી જળ કાઢીને સર્વને જળપાન કરાવ્યું અને પોતે પણ પીધું. તે વખતે જળ પીવાથી તે સોનીને નિહાર કરવાની ઈચ્છા થઈ . તેથી તે જળપાત્ર લઈને દેહ ચિંતા માટે ગયો. ત્યારે ચરો એકઠા થઈને વિચાર કરવા લાગ્યા કે- હવે આપણે શિલાના કકડા કરવા માંડશું. ત્યારે નીતિશાસ્ત્રને જાણનાર એક જણે કહ્યું કે“આપણે એક કામ ઠીક ન કર્યું. બીજાએ પૂછયું કે-“શું?” તેણે કહ્યું કે “સેનીને આપણે અહીં લાવ્યા, અને તેને સુવર્ણ બતાવ્યું તે ઠીકન કર્યું. શાસ્ત્રમાં તેમજ લેકમાં પણ પ્રસિદ્ધ છે કે સનીને વિશ્વાસ ન કર. પૂર્વે આપણે એક વાર્તામાં પણ શું નથી સાંભળ્યું કે-કઈ જંગલમાં એક કૂવામાં વાઘ, વાનર, સપ અને તેની પડેલા હતા, તેઓમાંથી પહેલા ત્રણને કઈ એક પથિક બ્રાહ્મણે બહાર કાઢયા. ત્યારે તે ત્રણે જણ તે બ્રાહ્મણને પ્રણામ કરી કહેવા લાગ્યા કે-“હે ભટ્ટજી! તમે અમારા પર નિષ્ઠા