________________ 342 ધન્યકુમાર ચરિત્ર. આજે હજુ મેં ભજન કર્યું નથી, ભજન હવે તૈયાર થાય છે, તમે પણ ભૂખ્યા હશે, કામ પણ ઘણું મહેનતનું છે, વળી ભૂખ હોય ત્યાંસુધી બળની સ્તુતિ પણ થતી નથી, અને બળ વિના કાર્ય સાધી શકાય તેવું નથી, તેથી માત્ર બે ઘડી અહીં તમે બેસે, તેટલામાં હું પુષ્કળ ઘીવાળા લાડુ બનાવી લઉં. પછી તે મોદક લઈને આપણે જઈએ. ત્યાં જઈને મેદક ખાઈ સ્વસ્થ થઈને કાર્ય કરશું. તમે પણ મારા હાથની ચાલાકી જશે કે આજની રાત્રીમાં તેના કકડા કરીને તમને સેંપી દઈશ. પછી જેવી મારી મહેનત તમને લાગે, તેવું મને પ્રસન્નતાથી ઇનામ આપજે. હું તો તમારે સેવક છું. તમારી અનુવૃત્તિથીજ જીવું છું. તમારું કામ મારા માથા સાટે કરીશ. " આ પ્રમાણે કહી તેમના મનનું રંજન કરીને તેમને ઘરમાં લઈ ગયે. પછી પાન, સોપારી, બીડી, છેકે વિગેરેથી તેમને સત્કાર કરી ઉપરની મેડીપર જઈને ઘઉંને આરે, ઘી, ગોળ વિગેરે લઈ સુંદર સાત લાડુ બનાવ્યા. તેમાં છ લાડુ મેટા કર્યા તેમાં વિષ નાંખ્યું, અને સાતમે પિતાને માટે વિષરહિત નાને બનાવ્યું.એ પ્રમાણે તૈયારી કરી તેમને પાંદડામાં બાંધી અથાણું વિગેરે પણ તેમાં નાંખી ગાંઠ બાંધી હવેડા તથા છીણીઓ લઈએરેની સાથે ઘરેથી નીકળે. પછી તે સર્વે શીધ્ર ગતિથી પેલી શિલા પાસે ગયા, ત્યાં તે એરોએ સનીને શિલા બતાવી. તે પણ તેને જોઈને તથા સ્પર્શ કરીને મનમાં લેભની લાતના પ્રહારથી વિહ્વળ થઈ ચેરેની પાસે લાડુની ગાંઠ છોડીને પિતાનો વિષરહિત લાડુ પિતાના હાથમાં લઈ બે કે-“હે સ્વામી! આપ મહા ભાગ્યવાન છો, આપના પર વિશ્વભર તુષ્ટમાન થયા જણાય છે, કે જેથી આટલું બધું અપરિમિત સુવર્ણ આપના