________________ સપ્તમ પવિ. 341 કર્યાનું કહે છે, તો કેમ તે અહીં લઈ આવ્યા નહિ? કેટલું ધન છે? એ સર્વ વાત કહે કે જેથી હું પણ તેને યોગ્ય સામગ્રી તૈયાર કરીને પછી આવું.” ત્યારે તે ચરેએ તેની પાસે સર્વ હકીકત સ્પષ્ટ રીતે કહી બતાવી. તે સાંભળીને મનમાં આશ્ચર્ય પામીને સનીએ વિચાર્યું કે–ચેની વાત ખોટી હેય નહીં. લેકમાં કહેવાય છે કે મહાપુરૂષમાં બત્રીશ લક્ષણ હોય છે, અને એમાં છત્રીસ લક્ષણ હોય છે. પૂર્ણ ખાત્રી વિના આ લે કે અહીં આવે નહીં. હવે હું આ લેકની સાથે જઈશ, અને તેઓના કહેવા પ્રમાણે કરી અપીશ, ત્યારે તેઓ મને તો એક ઘડી, બે ધડી કે ઘણામાં ઘણી ત્રણ ધડી જેટલું તેનું આપશે, અને સાત પેઢી સુધી ચાલે તેટલું ધન તે આ સર્વે ગ્રહણ કરશે. ઘણું ધન હેવાથી ઘેર તે અર્ધ પણ આવશે નહિ. “રાંધનારીને ધુમાડો' એ કહેવત પ્રમાણે હું તે ડુંક લઈને ઘેર આવીશ. તેથી હું બુદ્ધિવડે એવું કરૂં કે તે સર્વ ધન મારૂં થાય, ત્યારે જ મારી બુદ્ધિની કુશળતા વખાણવા લાયક કહેવાય. આ ચેરે પારકા ધનને હરણ કરનારા અને સર્વને દુઃખ દેનારા છે, તેથી તેઓને ઠગવામાં શો દોષ છે? ઘણા લેકેને દુઃખ આપનારાઓને તે નિગ્રહ કરવા જ જોઈએ, એમ નીતિશાસ્ત્ર પણ કહે છે. વળી તે ધન પણ આ એરેના બાપદાદાએ કાંઈ થાપણ મુકેલું નથી, કે જેથી લેકવિરૂદ્ધ ક્યનું પણ પાપ લાગે. તેથી આમને નિગ્રહ કરીને તે સર્વ ધન હું મારે સ્વાધિન કરી લઉં. મારા ભાગ્યવડે આકર્ષાઈને જ આ લેકે અહીં મને કહેવા આવ્યા છે, માટે મુખમાં આવેલું કેમ છોડી દઉં?” - આ પ્રમાણે વિચારીને તેણે ચોરેને કહ્યું કે-“હે ઠાકોર ! 1 ધી એક જાતિનું પ્રમાણ-તેલ છે.