________________ 335 સપ્તમ પલ્લવ. કહીને તું તે આગળ ચાલતે થયે હતો. અને હવે પાછો ભાગ માગે છે, તે શું તારૂં જ કહેલું તું ભૂલી ગયે? હું તે સાહસ કરીને અહીં આવ્યો. મારા પુણ્યના ઉદયથી મને આ પ્રાપ્ત થયું છે, તેથી આ મારું જ છે. તારે આમાં શું લાગે? જેમ આ તેમજ પાછા ઘેર ચાલ્યું જા. આમાંથી એક કેડીના મૂલ્ય જેટલું પણ તને આપીશ નહીં. ફેગટ શા માટે ઉભે છે? અહીંથી ચા ત્યે જા. નહીં તે માટે અને તારે મૈત્રી રહેશે નહીં.” આ પ્રમાણેના તેનાં વચન સાંભળીને લેભને વશ પડેલે બીજે પણ ક્રોધથી બે કે–“અરે મૂર્ખરાજ ! શા માટે મારે ભાગ નહીં આપે? હું અને તું એક રાજાનાજ સેવક છીએ. રાજાએ એકજ કાર્ય માટે આપણને મોકલ્યા છે. તેમાં લાભ કે હાનિ, સુખ કે દુઃખ જે કાંઈ થાય તે આપણે બન્નેને લેવાનું અને સહન કરવાનું છે. એકજ સ્વામીએ એકજ કાર્યને માટે ફરમાવેલા સેવકને જે કાંઈ લાભ થાય છે, તે સર્વ વહેંચી જ લેવાય છે, એ પ્રમાણે રાજનીતિ છે, તે શું તું ભૂલી ગયે? માટે હું તે તારા માથા પર હાથ મૂકીને આમાંથી અર્ધો ભાગ લઈશ. તું કઈ નિંદ્રામાં ઉધે છે? શું આ જગત મનુષ્યરહિત થઈ ગયું છે કે જેથી તારૂં જ કહેલું થશે ? જે આ ધનને ભાગ આપીશ તો આપણી પ્રીતિ ગાઢ અને અચળ રહેશે, નહીં તે પીવાને અસમર્થ, પણ ઢાળવાને તે સમર્થ એ ન્યાયની જેમ રાજાની પાસે સર્વ નિવેદન કરીને તારા પૂર્વે સંચય કરેલા ધન સહિત આ સર્વ ગ્રહણ કરાવીશ અને તને કારાગૃહમાં નંખાવીશ. માટે મને અર્ધો ભાગ આપ.” આ પ્રમાણે તેનું વચન સાંભળીને પેલાએ વિચારું કે ખરેખર જો આને હું ભાગ નહીં આપું તો તે ઉપાધિ કરશે, પરંતુ આ અપરિમિત ધન મને