________________ 336 ધન્યકુમાર ચરિત્ર. પ્રાપ્ત થયું છે, તે આને શી રીતે દઈ પણ શકાય ? માટે જે હું આને મારી નાખું તો પછી આ ધન મારૂં જ થાય અને બીજે કોઈ જાણે પણ નહીં. રાજા પૂછશે તો તેને એ ઉત્તર આપીશ કે માર્ગમાં આવતાં અચિંત્યો વાઘ આવીને તેને ખાઈ ગયે, અને હું તો નારીને આવતો રહ્યો. એ પ્રમાણે જવાબ આપીશ. બીજું કઈ જાણતું નથી, તેથી રાજાને આ વાતની ખબર પડશે નહીં. માટે આને મારી નાંખવાથી જ મારે વિચાર સફળ થશે.” એમ વિચારીને ક્રોધથી તેનાં નેત્રા રાતાં થયાં અને ગાળ દેતે તેને હણવા માટે મ્યાનમાંથી ખર્ચ કાઢીને દેડ્યો, અને કહેવા લાગે કે-“મારા ધનની જો તારે ઈચ્છા હોય તો તૈયાર થા, તને ધન આપું.” એમ બોલતો તે તેની સામે ખરું ઉંચું કરીને દોડ્યો. તેને સામે આવતો જોઈને બીજે પણ ક્રોધથી ખ8 કાઢીને ગાળો દતો સામે દેડ્યો. બન્ને જણ ભેટભેટા થયા કે તરતજ એક સાથેજ ક્રોધથી એક બીજાના મર્મસ્થાનમાં બંનેએ ખના પ્રહાર કર્યા, જેથી તે બન્ને ભૂમિપર પડ્યા, અને અતિ તીણ પ્રહાર વાગવાથી એક ઘડીમાં જ તેઓ મરણ પામ્યા. તે વખતે વૃક્ષના કુંજમાં બેઠેલી લક્ષ્મીએ સરસ્વતીને કહ્યું કે-“ધનને અર્થીઓનું ચરિત્ર જોયું કે? હજુ આગળ પણ જો કે શું થાય છે?” - ત્યાર પછી બે ઘડી દિવસ અવશેષ રહ્યો ત્યારે નિરપૃહી (સાધુ)ના વેષને ધારણ કરનાર એક નગ્ન તપસ્વી હાથમાં મને ગેળો રાખીને તે ભાગે નીકળે. તેણે પણ સૂર્યના તેજથી ઉત્તેજીત એવા તે શિલાના પ્રદેશને જોઈને મનમાં વિચાર્યું કે “આ મહા અરણ્યમાં સૂર્યના કિરણેના જેવું તેજવી શું દેખાય છે ? હું જોઉં ને ખરે. કાંઇક આશ્ચર્યકારક જણાય છે. એ પ્રમાણે કૌતુકની