________________ સપ્તમ પવિ. 333 લઈને સુખી થા.” એમ કહીને બીજો શીઘ્રતાથી ગામ તરફ ચાલે અને પહેલે તે તેનાથી જાદે પડીને તે શિલા પાસે ગયે. ત્યાં તેણે રેતીમાં દટાયેલી શિલાનો એક ખૂણે જાત્ય સુવર્ણય જોયે. તે જોઈને મનમાં આશ્ચર્ય પામી વિચારવા લાગે-“અહે! બહુ સારું થયું કે મારે સેબતી ન આવે. જો કદાચ આ હેત તે તેને ભાગ આપે પડત. મારાજ ભાગ્યને ઉદય થયે છે. હવે હું જોઉં તો ખરે કે આ સુવર્ણ કેટલુંક છે?” એમ વિચારીને તે રેતીને હાથ વડે દૂર કરવા લાગે અને જોયું તો તે અપરિમિત મોટી શિલા જોઈને અત્યંત હર્ષને લીધે ગાંડા જે થઈ જઈ વિચારવા લાગ્ય–“અહે! મારું અદ્ભુત ભાગ્ય છે કે જેથી મને આવું નિધાન પ્રાપ્ત થયું. મારા પર આજે દૈવ તુષ્ટમાન થયું છે. આટલા લાભથી તે હું રાજય કરીશ. આ ધનના પ્રભાવથી હાથી, ઘોડા, પાયદળ વિગેરે સૈન્ય તૈયાર કરીશ. પછી બળવાન થઈ અમુક દેશને જીતીને ત્યાં રાજ્ય કરીશ.” આ પ્રમાણે મધના ઘડાને ઉપાડનાર શેખસલી પુરૂષની જેમ આત્તધ્યાનમાં તલ્લીન થઈને તે ફરીથી વિચાર કરવા લાગે કે કઈ પણ ઉપાયથી આ સુવર્ણને હું ગ્રહણ કરૂં.' આ પ્રમાણે વિચારતો તે ત્યાંજ ઉભે રહ્યો અને તર્ક વિતર્કમાં ગર્ક થઈ ગયે. બીજો સેવક કે જે ગામ તરફ ચાલ્યા ગયા હતા તે કેટલેક દૂર જઈને વિચાર કરવા લાગે કે- “રાજાએ અમને બન્નેને આજ્ઞા કરીને મેકલ્યા હતા, તેમાંથી હું એકલે જઇને રાજાને વત્તાંત નિવેદન કરીશ, ત્યારે રાજા મને પૂછશે કે તારી સાથે બીજો હતે તે ક્યાં ગયે ? તે વખતે હું શું જવાબ આપીશ? ખરે જવાબ આપવાથી શું થશે? તે શી રીતે જાણી શકાય ? માટે