________________ 332, ધન્યકુમાર ચરિત્ર. અવશેષ રહ્યો તે સમયે રાજાના બે સેવકે કે જેઓને રાજાએ કઈ કાર્ય માટે બીજે ગામ મોકલ્યા હતા, તેઓ રાજાનું કાર્ય કરીને પાછા આવતા હતા, તેમાંથી એક જણ કૌતુકી હોવાથી માર્ગમાં આમ તેમ તે જોતાં ચાલતું હતું, તેણે તે શિલાને એક ખુણે દૂરથી પ્રકાશિત છે. ત્યારે તેણે બીજાને કહ્યું કે“હે ભાઈ ! જે, જે, પેલું દૂર કાંઇક ઝળકે છે તે શું છે? તે સાંભળીને તેણે ઉતાવળને લીધે અને અનુસુકતાને લીધે જોયા વિના જ કહ્યું કે-“કાંઈક કાચ કે પાષાણનો કટકો હશે, અથવા કોમળ પાંદડાં વિગેરે કાંઈક હશે, પણ શું કાંઈ આ નિર્જન અરણ્યમાં સુવર્ણ કે રત્ન તે નહીં હૈય?” ત્યારે પહેલે બોલે- જો તમે આવે તે આપણે ત્યાં જઈને જોઈએ કે શું છે? અને કેમ ઝળકે છે?' બીજો બે –“શા માટે ફગટઅરણ્યમાં ભટકવું જોઈએ? પ્રયજન વિના નકામે પ્રયાસ કરવાથી શું ફળ? આ તે ઘેરી માગ છે, ઘણા માણસે અહીંથી પહેલાં પણ ગયા હશે, જો કાંઈક ગ્રહણ કરવા જેવી તે વસ્તુ હોય, તો તેમણેજ ગ્રહણ કરી ન હોય? માટે જલદી ચાલે. રાજા પાસે જઈ કાર્ય કર્યાનું વૃત્તાંત નિવેદન કરી આપણે ઘેર જઈ નાન ભેજનાદિક કરી માર્ગને શ્રમ દૂર કરી સ્વસ્થ થઈએ.” આ પ્રમાણે તેનું વચન સાંભળીને પહેલે બોલ્યા કે–“હે ભાઈ! મારા મનમાં તે મેટું આશ્ચર્ય ભાસે છે, માટે હું તે ત્યાં જઈને નિર્ણય કરીશ.' બીજાએ કહ્યું “ખુશીથી તું જા, તારા બાપદાદાએ ત્યાં થાપણ મૂકેલી છે, તેથી તેનું પિટકું બાંધીને ઘેર આવજે. મારી શંકા તારે જરા પણ કરવી નહીં, કે એમાંથી ભાગ દેવે પડશે, મારે ભાગ જોઇતો નથી, માટે તારે મને ભાગ આપે નહીં, તું જ