________________ સપ્તમ પવિ. 331 पयोटद्धास्तपोटद्धा ये च वृद्धा बहुश्रुताः। ते सर्वे धनवृद्धानां, द्वारे तिष्ठन्ति किंकराः // જેઓ વયથી વૃદ્ધ છે, તપસ્યાથી વૃદ્ધ છે અને જેઓ બહુશ્રત હેવાથી વૃદ્ધ છે, તે સર્વે ધનવડે વૃદ્ધ એવા પુરૂષના દ્વારમાં કિકરની જેમ રહે છે.” હે સરસ્વતી ! ઘણું શું કહેવું? ઘણા એવા હેય છે કે જેઓ મરણ આવતા સુધી પણ પિતાના ધનને પ્રગટ કરતા નથી, અને મારી ઇચ્છા પણ મૂકતા નથી. જો કદાચ તારા માનવામાં ન આવતું હોય, તે હું તને પ્રત્યક્ષ બતાવું કે સર્વ પ્રાણુઓનું જીવિતબે દશ પ્રાણથી બંધાયેલું છે, તેમાં ધનરૂપી અગીઆરમો બાહ્ય પ્રાણ પણ ઉપચારથી કહે છે, તે બાહ્ય પ્રાણરૂપી ધનને માટે થઇને કેટલાએક પુરૂષે અત્યંતરના દશે પ્રાણને છોડી દે છે, પણ ધનને તજતા નથી. મારું સ્વરૂપ જે સ્થાને રહ્યું (દાટેલું) હેય, તે પર કદાચ વૃક્ષ ઉગે, તે તે પણ જલદીથી વૃદ્ધિ પામીને પુષ્પ ફળાદિકથી પ્રફુલ્લિત થાય છે, તથા જ્યાં મારું સ્વરૂપ હય, ત્યાં દેવે પણ બોલાવ્યા વિના જ જાય છે. માટે હે સુભગા સરસ્વતી ! મારી સાથે ચાલ, તને કૌતુક બતાવું.” આ પ્રમાણે કહીને તે બન્ને દેવીઓ ચાલી, અને નગરથી પાંચ કોશ દૂર જઈ એક વૃક્ષોના કુંજમાં બેઠી. પછી લક્ષ્મીએ દૈવી માયાવડે એકસે ને આઠ ગજ લાંબી પહોળી અને ત્રણ હાથ ઉંચી એવી એક સુવર્ણશિલા વિકુ. તે શિલા રેતીમાં ડુબી ગયેલી અને માત્ર એક હાથજ બહાર દેખાતી હતી, અને શિલાને એક ખુણે સાયંકાળના સૂર્યના પ્રકાશવડે ઝળકતે હવે અને સૂર્યના કિરણની જેમ પ્રકાશ કરતે હતે. એક પ્રહર દિવસ