________________ 33* ધન્યકુમાર ચરિત્ર. પુરૂષોમાં અનેક પ્રકારે અછતા ગુણોને પણ આરેપ કરીને મારે માટે જ તેમની સ્તુતિ (પ્રશંસા) કરે છે. એમ કરતાં જો કદાચ તેમને મારો સંગ થાય છે તે તેઓ ગર્વ સહિત પ્રફુલ્લિત થાય છે નહીં તે ખેદ પામે છે, અને ફરીથી પણ મારે માટે જ વિવિધ પ્રકારની વિદ્વતા ભરેલી ચતુરાઈ બતાવે છે, તેમ કરતાં પણ જો મારી પ્રાપ્તિ ન થાય તે અનેક પ્રકારની ખુશામતો કરે છે, નહીં કરવા લાયક કાર્યો કરે છે, નહીં સેવવા લાયકની સેવા કરે છે. વિદ્વાનમાં જે કાંઈ દૂષણ હોય છે. તે દૂષણપણેજ નિંદાય છે, પણ જેઓ મારા સંગવાળા છે, તેઓના તે દોષ પણ ગુણપણે ગવાય છે, અને મારાથી જે રહિત છે, તેના ગુણો પણ દોષરૂપજ કહેવાય છે. સર્વ લેકે મારી પ્રાપ્તિ માટે વિવિધ પ્રકારના ઉપવડે ઉદ્યમ કરે છે, અત્યંત દુષ્કર ક્રિયાથી સાધ્ય થાય એવાં કાર્યો પણ ઉત્સાહથી કરે છે, તેમાં જે કદાચ પાપના ઉદયને લીધે તે સિદ્ધ ન થાય, તે પણ તેને મૂકતા નથી. સેંકડો અને હજારે વાર નિષ્ફળ થાય, મહા કષ્ટને પામે અને પ્રાણના સંકટમાં આવી પડે, તે પણ મારી ઈચ્છા મૂકતા નથી. જો કે હું નિરંતર અનેક અવાચ્ય, અસહ્ય અને નિંધ કષ્ટો આપું છું, તે પણ તેઓ મારાથી પરાભુખ થતા નથી, અને મને અનુકૂળજ દેખાય છે. માત્ર એક દ્રવ્યાનુયે ગભિત અધ્યાત્મરૂપ ધર્મશાસ્ત્રને છોડીને બીજા જેટલા શાસ્ત્રોના સમૂહો છે, તે સર્વેમાં પ્રાયે મનેજ મેળવવાના ઉપાય અને મારાજ વિલાસો (વૈભવ) વર્ણવ્યા છે. માત્ર એક મુનિરાજ સિવાય બીજા સર્વે સંસારી છે મારી સેવા કરે છે. કહ્યું છે કે -