________________ - સપ્તમ પલવ. * 329 માટે હું એકલી જ જઈશ. બહિભૂમિ વખતે મને મનુષ્યની સબત પસંદ પણ નથી. વળી મારી તે આજ્ઞાજ પ્રમાણ છે, તેમાં કાંઈ યુક્તિ કરવાની નથી.” એમ કહીને તે જળપાત્ર લઈને ઘરમાંથી નીકળી જયાં સરસ્વતી બેઠી હતી ત્યાં ગઇ. લક્ષ્મીએ સરસ્વતીને પૂછયું કે-“હે સરરવતી ! શું સમચાર છે? આ જગતમાં કોણ મોટું ? રે બહેન લેકમાં તે એવી રૂઢી પ્રવર્તાવી છે કે લક્ષ્મીના મસ્તક પર મારું સ્થાન છે, તે વાત ખરી; પરંતુ એ તે રાજાએ પોતાની આજ્ઞા પ્રવર્તાવવા માટે એવી રીત કરી છે. જે કદાચ સુવર્ણ કે રૂપું અક્ષરેની મુદ્રા વિનાનું વેચાતું જ ન હોય, તે તે તારૂં મહત્વ ખરૂં, બાકી તે સિવાય તે તે માત્ર ફુલ (બડાઈ) મારવા જેવું જ છે. તે સાંભળીને .. સરસ્વતી બોલી કે–“અજ્ઞાનવડે અંધ થયેલા આ જગતમાં તું જ મુખ્ય છે, કેમકે માત્ર મુનિજને વિના બીજા સર્વે સંસારી છે ઈદ્રિયસુખમાં આસક્ત છે, તેથી તે સર્વે તારીજ અભિલાષા કરે છે અને જે કઈ જિનેશ્વરના વચનનું રહસ્ય જાણનારા છે, તેઓ જ માત્ર મારી ઇચ્છા કરે છે. લક્ષ્મી બેલી–“હે સરસ્વતી! જે કઈ તારી ઈચ્છા કરનારા છે, તેઓને તે તું પણ પ્રાયે અનુકૂળ થાય છે, તેની સાથે તું વિચરે છે, તેને શેડો કે ઘણે પ્રયાસ તું સફળ કરે છે, તેમનું સાનિધ્ય તું મૂકતી નથી, અને તેમને તું સર્વથા નિરાશ પણ કરતી નથી, પરંતુ જે કોઈ શાસ્ત્રને અભ્યાસ કરતાં ખેદ પામીને તારાથી વિમુખ થાય છે, તેઓ તારે ત્યાગ કરે છે, તારું નામ પણ ગ્રહણ કરતા નથી. વળી જેઓ તારાપર અત્યંત આસક્ત છે, તેઓ પણ મને તે છેછેજ. શાસ્ત્રને અભ્યાસ પણ મને મેળવવા માટે કરે છે. નિગુણી