________________ 326 ધન્યકુમાર ચરિત્ર. અવસર ફરી ફરીને ક્યાંથી મળશે? અહીં બેસીને વાર્તા સાંભળવાથી શું હાથમાં આવશે?” આ પ્રમાણે તેઓએ ઉત્સાહિત કર્યા, એટલે તેમાં લેભીજને હતા તે સાંભળવાનું છોડી એકદમ દોડતા ત્યાં ગયા. એટલામાં કેટલાંક બ્રાહ્મણે કેટલાક વિસ્ત્ર વિગેરે લઈને તે તરફ નીકળ્યા, તેમને પંડિતેએ તથા બીજા બ્રાહ્મણેએ પૂછયું કે આ કોને ઘેરથી લાવ્યા?” એટલે તેઓએ કહ્યું કે “રાજાના અમુક પ્રધાનને પુત્ર માં હતું, તે નિરોગી થયે છે, મરતાં મરતાં જ બચ્ચે છે, તેથી આજે તેને માથે પાણી નાંખે છે. તેના પિતા દરેક બ્રાહ્મણને પાંચ પાંચ વ, સુંદર ભજન અને એક એક સોનામહેર આપે છે. તમે અહીં કેમ બેસી રહ્યા છે? કેમ જાતા નથી? જાઓ, તમે તે પંડિત છે તેથી તમને વિશેષ આપશે.” તે સાંભળીને પંડિત તથા સામાન્ય બ્રાહ્મણે તે તરફડ્યા . પછી કેટલાએક ગૃહસ્થ શાહુકારે જે ત્યાં બેસીને શ્રવણ કરતા હતા, તેમની પાસે કેટલાએક દલાલે આવ્યા, અને તે શાહુકારને કહેવા લાગ્યા કેઆજે અમુક પરદેશી સાર્થવાહ કે જે આ ગામમાં લાંબા વખતથી રહ્યો છે, તે પિતાના દેશ તરફ જાય છે, તેથી તે પુષ્કળ કાપડ, વિવિધ કરિયાણા, અનેક રત્નો વિગરે મેઢે માગ્યા પસા આપીને ખરીદ કરે છે, તથા પિતાની વસ્તુઓ સતે ભાવે આપી દે છે, ઘણા વેપારીઓ ત્યાં જાય છે, અને ઈચ્છિત મૂલ્ય લઈને આવે છે, તમે કેમ ત્યાં જતા નથી ? વ્યાપાર કેમ કરતા નથી ? આ અવસર ફરી ફરીને ક્યાંથી મળશે?” આ પ્રમાણે સાંભળીને સર્વ શાહુકારો પણ ઉઠ્યા. એટલે માત્ર કેટલાએક નિર્ધન વણિગજને કે જેઓ સામાન્ય સ્થિતિના હતા, તેઓ ત્યાં બેઠા બેઠા કથા શ્રવણ કરવા લાગ્યા. એવામાં તે ગૃહના સ્વામીએ પેલી વૃદ્ધાને કહ્યું