________________ સપ્તમ પલ્લવ. 327 કે–“હે માજી! આ ઉન્ડાળાનો સમય છે, તેથી તમને ગરમી લાગતી હશે, માટે સુંદર જળથી સ્નાન કરે.” ત્યારે તે વૃદ્ધા બોલી કે– બહુ સારૂં.” ગૃહસ્વામીએ પિતાની પત્નીને કહ્યું કે– અમુક પેટીમાં સુંદર સુગંધી તેલ છે, તે લઈને અત્યંગપૂર્વક નાન કરો. હું ઉપર જઈને તેમને પહેરવા ગ્ય વસો લાવું છું, તેને દલામાં તેમને સ્નાન કરાવી લ્ય.” પછી શેઠાણીએ તેમના કહ્યા પ્રમાણે મર્દન કરીને તે ડેશીને સ્નાન કરાવી સુંદર વસ્ત્રવડે શરીર લુંછવું. શેઠે પણ સુંદર વસ્ત્રો લાવીને તેણીને પહેરાવ્યાં, અને તેણીને સુખાસન પર બેસાડી. પછી ડોશીએ કહ્યું કે તમારા ઘરના આંગણામાં કોણ મોટા શબ્દથી બોલે છે ?" શેઠે જવાબ આ કે-“માજી ! કોઈક પરદેશી બ્રાહ્મણ આવે છે, તે માટે સ્વરે અનેક સુંદર સુક્તો બોલે છે. તેની પાસે ઘણા લેકે શ્રવણ કરે છે.” ત્યારે વૃદ્ધા બેલી કે–“અહે! મારાજ કર્મને દોષ છે. તે લેકોને ધન્ય છે કે જેઓ રસિક થઈને હર્ષપૂર્વક તેનું શ્રવણ કરી આનંદ પામે છે. બાકી મારા કાનમાં તે તે તપાવેલા સીસાને રસ નાખવા જેવું લાગે છે. ત્યારે શેઠે કહ્યું કે–“માજી હમણાંજ તેને બોલતે બંધ કરૂં છું.” વૃદ્ધાબેલી-ધશા માટે અંતરાય કરે જોઈએ?” શેઠે કહ્યું-“તમારા દુઃખનું કારણ નિવારણ કરવામાં અમને કાંઈ પણ હરકત નથી, માટે તેને આ સ્થાનેથી ઉઠાડું છું. તે બ્રાહ્મણ બીજે ઠેકાણે જઈને વાંચશે. અહીં કાંઈ તેનો લાગે નથી.” એમ કહીને શેઠદોડતો ત્યાં ગયે, અને ક્રોધથી બોલ્યો કે હે ભદ! હવે અહીંથી ઉઠે. આ શે અહીં કોળાહળ માંડ્યો છે?' તે સાંભળીને જે ચેડાએક લેકે બેઠા હતા, તેઓ બોલ્યા કે “અરે આ ઉત્તમ બ્રાહ્મણ તમારું કાંઈ લઈ જાય છે? શું તમારી પાસે કાંઇ