________________ સપ્તમ પલવ. 325 છું કે માતાની જેમ હું તમારી ભક્તિ કરીશ. વધારે કહેવાથી કૃત્રિમ વિવેક કર્યો કહેવાય તેથી કહેતા નથી, અવસર આવ્યું બધું જણાશે.” એમ કહીને વળી તે કહેવા લાગે-“હે માતા! અહીં બારણા આગળ કેમ બેઠા છે? ઘરમાં આવે અને પલ્યકને અલંકૃત કરે.” આ પ્રમાણે શેઠ બેલ્યા કે તરતજ શેઠાણી અને વહુ તે વૃદ્ધાના હાથ અને ખભા પકડીને “ખમા, ખમા” બેલતી ઘરમાં તેને પલંગ પર લઈ ગયા. આ અવસરે દેવી માયાથી એવું થયું કે જ્યાં સરસ્વતી દેવી બ્રાહ્મણને રૂપે ભારતનું વ્યાખ્યાન કરે છે અને પૂર્વે કહેલા સર્વ લેકે શ્રવણ કરે છે, તે જ રસ્તે થઈને કેટલાક રાજસેવકે અને બીજા કેટલાક નગરના ગરીબ ભિક્ષુકે વિવિધ પ્રકારના વસ્ત્રો તથા આભૂષણે હાથમાં રાખીને દેડતા દોડતા નીકળ્યા. તે જેઈને કથાના શ્રવણમાં તલ્લીન થયેલા લેકેએ તેમને પૂછયું કે“આ સુવર્ણ તથા રૂપાના અલંકારે અને વસ્ત્રો તમે કયાંથી લાવ્યા? તથા શીવ્ર ગતિથી કેમ દોડ્યા જાઓ છો?” એટલે તેઓ બેલ્યા, કે–અમુક કેટયાધિપતિ શેઠે રાજાને કાંઈક મેટે અપરાધ કર્યો હશે, તેથી અત્યંત કપ પામેલા રાજાએ સભા સમક્ષ હુકમ કર્યો છે કે–સર્વે રાજસેવકે તથા નગરના લેકે સ્વેચ્છાથી આ ગુન્હેગારનું ઘર લુંટી લે, તેમાંથી જે માણસ જે જે વસ્તુ લઈ જશે તે તે વસ્તુ તેની થશે, તેમાં અમારા તરફથી કઈ પણ પ્રકા. રના ભયની શંકા રાખવી નહીં.' આ હુકમ થવાથી સવે લે કે તેનું ઘર લુંટવા લાગ્યા છે, લેકેએ ઘણુ લુછ્યું તો પણ હજુ ઘણું છે, તમે કેમ જતા નથી? જાઓ, જાઓ, ત્યાં જઈને ખુશી પડે તે ચીજ ગ્રહણ કરે. કઈ પણ અટકાયત કરતું નથી. આ