________________ 324 : ધન્યકુમાર ચરિત્ર. ભારતે સને. હમણ દર છે. ઓળખતું નથી. કેઈ તેને જાણતું નથી, પ્રથમજ તમારે ઘેર આવી છે. તેણીની પાસે આવાં પાત્ર, વસ્ત્રો અને આભૂષણે ઘણાં છે, માટે તેણીને વશ કરીને આપણે ત્યાં રાખે.” તે વાત સાંભળીને લેભથી વિહ્વળ થયેલે શેઠ શેઠાણી સહિત તે વૃદ્ધા પાસે ગયે. તેણીને પ્રણામ કરી કહેવા લાગે કે-“હે માતા ! તમે કયા દેશથી પધારે છે? તમે કુશળ છે? શું તમારે કોઈ પરિચારક નથી ? " ત્યારે તે વૃદ્ધા બેલી કે- હે ભાઈ! પહેલાં તે મારે આવું જ ઘર, ધન અને વજન વિગેરે એટલું બધું હતું કે તેટલું રાજાને પણ ન હોય, પરંતુ હમણાં તે કેવળ એકલી જ છું. સેવે સંસારી જીના કર્મની ગતિ વિચિત્ર છે. કહ્યું છે કે - नाभुक्तं क्षीयते कर्म, कल्पकोटिशतैरपि / अवश्यमेव भोक्तव्यं, कृतं कर्म शुभाशुभम् // બાંધેલા) કમને ભગવ્યા વિના સેંકડો અને કરોડો યુગવડે પણ ક્ષય થતું નથી, શુભ કે અશુભ જે કર્મ કર્યા હોય, તે અવશ્ય ભેગવવાં જ પડે છે.” માટે હે ભાઈ ! કર્મના દોષે કરીને હું આવી વૃદ્ધાવસ્થાદિક દશાને પામી છું. શું કરવું ?" તે સાંભળીને શેઠે કહ્યું " હે માતા! આજથી તમારે કાંઈ પણ અધીરા ન થવું કે ખેદન કર. આ સર્વેને તમારે તમારી સંતતિ પ્રમાણે જ જાણવા. હું પણ તમારી આજ્ઞા પ્રમાણે જ વર્તનાર છું એમ સમજવું. તેમાં તમારે કોઈ પણ સંદેહ રાખવો નહીં. આ ઘરને પોતાના ઘરની જેવું જ ગણવું, તેમાં કાંઈ પણ ભેદ માને નહીં, તમારી આજ્ઞા જ ભારે પ્રમાણ છે. હું મન, વચન અને કાયાએ કરીને સત્યજ કહું