________________ * સપ્તમ પીલ. 13 આ નગર જોવા નીકળે છું. બજારમાં ફરતાં અને આપ પુણ્યશાળીનું દર્શન થયું. આપને ગ્ય જાણીને આશીર્વાદ આપે.” આ પ્રમાણે કહીને તે માયાવી બ્રાહ્મણ મૌન રહ્યો. ત્યારે તે શ્રેષ્ઠીએ બે હાથ જોડીને કહ્યું કે–“આજે અમારા મહાપુણ્યને ઉદય થયે કે જેથી સમગ્ર ગુણગણથી ભૂષિત આપ. તીર્થવાસીના દર્શનથી અમારે મનુષ્યજન્મ સફળ થશે. ઈશ્વરના દર્શનને તુલ્ય હું આપનું દર્શન માનું છું. આજે મારા ગરીબ ઉપર આપે મેટી કૃપા કરી છે. આજે વગર બોલાવી ગંગાનદી મારે આંગણે આવી છે એમ હું માનું છું. તેથી અમૃતને ઝરનારી વાણુ વડે કૃપા કરીને આપ મારા પર કાંઈક અનુગ્રહ કરે.” તે સાંભળીને તે બ્રાહ્મણ અત્યંત મધુર વાણવડે અવસરને યોગ્ય રાગ, વર, ગ્રામ અને સૂઈનાદિકથી યુક્ત, કર્ણને કઠોર ન લાગે તેવું, ક્લિાર્થવિગેરે દોષોથી રહિત, શૃંગારાદિક રસથી ભરપૂર, અનેક અર્થના વનિની રચનાથી ચિત્તને ચમત્કાર કરનાર, અલંકાર યુક્ત, વિવિધ પ્રકારના છંદ અને અનુપ્રાસ સહિત, ચિત્તને આલ્હાદકારક, કોઈ વખત પૂર્વે નહીં શ્રવણ કરેલું તથા સાર્થક અક્ષરેથી વિભૂષિત એવાં સૂક્તાદિક ઉંચે સ્વરે બોલવા લાગે. સકળ ગુણોથી અલંકૃત તે બ્રાહ્મણની વાણીથી જેનું હૃદય આકષિત થયું છે તથા જેને સમસ્ત ગૃહકાર્ય વિસ્મૃત થયા છે એ તે શેઠ નેત્ર અને મુખને વિકસ્વર કરતે વારંવાર પ્રશંસા કરવા લાગે. મસ્તક કંપાવતે અને નેત્ર ઘુમાવતે તે એક ચિતે શ્રવણ કરતે હોવાથી ચિત્રમાં આળેખેલી મનુષ્યની મૂર્તિની જેમ નિશ્ચળ થઈ ગયે. માર્ગે જતા આવતા લેકે પણ હરણની જેમ સંગીતથી ખેંચાઇને દેડતા દેડતા ત્યાં આવવા લાગ્યા, અને તેઓ 40