________________ 314 ધન્યકુમાર ચરિત્ર. પણ ચિત્રની જેમ નિશ્ચળ થઈને એક ચિત્તે શ્રવણ કરવા લાગ્યા. તેમજ જેઓ શાસ્ત્રના જ્ઞાનમાં કુશળ પંડિત હતા, જેઓ પોતપોતાની વિદ્વત્તાના ગર્વવાળા હતા, જેઓ અત્યંત સખ્ત અભ્યાસથી સમગ્ર શાસ્ત્રના પરમાર્થને કંઠે રાખનારા હતા, તથા જેઓ વક્તત્વ અને કવિત્વના. શાસ્ત્ર ભણીને તેનું ફળ પામવાથી મદ ન્મત્ત થઈને ફરતા હતા, તેઓ પણ ત્યાં આવીને શ્રવણ કરવા લાગ્યા. તે માયાવી બ્રાહ્મણની નવનવા ઉલ્લેખથી શોભતી બુદ્ધિની પટુતાથી શબ્દભેદ, પદચછેદ અને શ્લેષાર્થ વિગેરે વિચિત્ર પ્રકા રના અલંકારથી ગભિત અને સર્વતે મુખ (વિષય) વાળી વાણીની કુશળતા જોઈને તે સર્વે પંડિતે પિતપતાની નિપુણતાને ગર્વ તજી દઈ તે બ્રાહ્મણની અને તેની વાણીની પ્રશંસા કરવા લાગ્યા–“ અહે! શું આ તે બ્રાહ્મણ છે? કે રૂપાંતરે આવેલી બ્રહ્માની મૂર્તિ છે? આ તે સાક્ષાત્ કામદેવની મૂર્તિ છે કે દાઢી મૂછવાળી સાક્ષાત્ સરસ્વતી દેવી છે? અથવા શું આ સર્વ - સોની પ્રત્યક્ષ મૂર્તિ છે? આની વાણી શું આદિબ્રહ્મની ધ્વનિ છે? કે શ્રૃંગારાદિક અમૃત રસની નદી છે ! અહે! આનું ચમત્કાર ઉપજાવવામાં કુશળપણું અને બુદ્ધિનું પટુપણું! અહે! - આની સાર્થક અને વિવિધ પ્રકારના અર્થની ચેજના કરવાની શક્તિ! અહે ! આની શબ્દના અનુપ્રાસની ચતુરાઈ ! અહા ! આની એકજ પદ્ય (કવિતા) માં દરેકે પદે નવાનવા રાગ ઉ. તારવાની શક્તિ ! અહે ! આની અત્યંત કઠણ અને ગંભીર અર્થને શ્રેતાના હૃદયમાં સહેલાઈએ ઉતારવાની (સમજાવવાની) અપ્રતિમ શક્તિ ! અહા ! આનું ઉપમા રહિત અને જગતના ચિત્તને રંજન કરનારું શરીર સૌન્દર્ય! કઈ પણ અનિર્વાચ્ય